Rain News : સાપુતારામાં ધુમ્મસ સાથે વરસ્યો વરસાદ, પ્રવાસીઓમાં ખુશીનો માહોલ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ડાંગનું ગિરિમથક સાપુતારામાં ધુમ્મસ સાથે વરસાદ વરસ્યો છે. ધુમ્મસ અને વરસાદથી ઝીરો વિઝીબીલિટી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ડાંગનું ગિરિમથક સાપુતારામાં ધુમ્મસ સાથે વરસાદ વરસ્યો છે. ધુમ્મસ અને વરસાદથી ઝીરો વિઝીબીલિટી છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા નયનરમ્ય નજારો સર્જાયો છે. જેના પગલે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ચોમાસાની ઋતુમાં સાપુતારા પ્રવાસીઓ દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે અહીં લોકો ટ્રેકિંગ કરવાનો આનંદ પણ માણતા હોય છે. આ સાથે ચોમાસામાં વરસાદ પડતા જ કુદરતી સૌંદર્યં સોળે કલાએ ખીલી ઉઠે છે.
ગુજરાતમાં 34 તાલુકામાં ખાબક્યો હતો વરસાદ
બીજી તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. 7 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ ભરુચમાં પણ અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાંસોટમાં 2.32 ઈંચ, નેત્રંગમાં 1.73 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભરુચમાં 1.69 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના માંગરોળમાં 1.65 અને ઓલપાડમાં 1.22 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ ભરુચના વાલિયામાં 1.10 ઈંચ વરસાદ વરસ્યો છે.
