દેવભૂમિ દ્વારકા વીડિયો : 6 વર્ષની રાહ પછી સાની ડેમનું કામ શરૂ થયુ, 110 ગામને મળશે પીવાનું પાણી

|

Feb 15, 2024 | 11:27 AM

દ્વારકા જિલ્લાના સૌથી મોટા ગણાતા સાની ડેમનું કામ પૂરજોશમાં શરૂ થયું છે. છેલ્લા છ વર્ષથી વિવાદમાં રહ્યા બાદ આખરે સાની ડેમનું કામ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ પણ છે. અંદાજિત 34 કરોડના ખર્ચે સાની ડેમનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. દ્વારકા જિલ્લાના સૌથી મોટા ગણાતા સાની ડેમનું કામ પૂરજોશમાં શરૂ થયું છે. છેલ્લા છ વર્ષથી વિવાદમાં રહ્યા બાદ આખરે સાની ડેમનું કામ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ પણ છે. અંદાજિત 34 કરોડના ખર્ચે સાની ડેમનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. મહત્વનું છે કે સાની ડેમ કલ્યાણપુર તેમજ ઓખા મંડળના 110 ગામોને પીવાનું પાણી પૂરૂ પાડે છે.

છ વર્ષ પહેલા 30 વર્ષથી વધુ જુના એવા સાની ડેમ જર્જરિત હાલતમાં હતો. ત્યારે ડેમને ફરીથી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને 6 વર્ષ પહેલા આ ડેમને તોડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ડેમનું નિર્માણ કાર્ય સતત વિવાદોથી ઘેરાયેલું રહ્યું હતું. બીજી વખત ટેન્ડર પ્રક્રિયા કરી ડેમના પાયાની કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારે અગામી 2025 સુધીમાં ડેમનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાની શક્યતા છે. ત્યારે આટલા વર્ષો સુધી રાહ જોઈ રહેલા ખેડૂતો ડેમનું કાર્ય ઝડપી પૂર્ણ થાય તેવી માગ કરી રહ્યા છે. જેથી પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યામાંથી કાયમી ઉકેલ આવે છે. ત્યારે સાની ડેમનું નિર્માણ કાર્ય ઝડપી પૂર્ણ થાય તેવી લોકોની માગ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video