Sabarkantha: ચંદન તસ્કરોનો તરખાટ! પ્રાંતિજમાં ફરી ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video

Sabarkantha: ચંદન તસ્કરોનો તરખાટ! પ્રાંતિજમાં ફરી ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video

| Edited By: | Updated on: Jan 06, 2026 | 3:27 PM

સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર ચંદન તસ્કરો સક્રિય બન્યા છે. જિલ્લાનો વસાઈ વિસ્તાર કિંમતી ચંદન માટે જાણીતો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચંદન ચોરીના બનાવોમાં વધારો નોંધાયો છે. થોડા સમય માટે ચોરીના બનાવોમાં રાહત હતી, પરંતુ છેલ્લા એક મહિનાથી પ્રાંતિજ તાલુકામાં ચંદન તસ્કરોએ ફરી તરખાટ મચાવ્યો છે.

5 વૃક્ષો કાપી લઈ જવાની ઘટના સામે આવી

મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં પ્રાંતિજ વિસ્તારમાં 22થી 23 જેટલા કિંમતી ચંદનના વૃક્ષોની ચોરી થઈ ચૂકી છે. તાજેતરમાં પ્રાંતિજ તાલુકાના પોગલું ગામે બે અલગ-અલગ સ્થળોએથી ચંદન તસ્કરોએ 5 વૃક્ષો કાપી લઈ જવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે ચંદનની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ

ઠંડીના સમયમાં રાત્રી દરમિયાન મોકો જોઈ ચંદન ચોરો તસ્કરીને અંજામ આપી રહ્યા છે. ચંદનની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને હવે પોતાના ખેતરોની રક્ષા માટે વધારાની સાવચેતી રાખવી પડી રહી છે. ઘટનાને ગંભીરતાથી લેતા પ્રાંતિજ પોલીસ અને LCB દ્વારા CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે, ખેડૂતો સાથે સંકલન કરી ચંદન ચોરોને ઝડપવા અને ભવિષ્યમાં ચોરી અટકાવવા માટે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.