જમીન પ્રકરણ મામલે લાંચ માગવાનો આરોપ, અમદાવાદ ગ્રામ્ય SP સામે સાણંદ મેજિસ્ટ્રેટ કોર્ટે આપ્યા તપાસના આદેશ , જુઓ Video

જમીન પ્રકરણ મામલે લાંચ માગવાનો આરોપ, અમદાવાદ ગ્રામ્ય SP સામે સાણંદ મેજિસ્ટ્રેટ કોર્ટે આપ્યા તપાસના આદેશ , જુઓ Video

| Edited By: | Updated on: May 19, 2023 | 9:10 PM

અમદાવાદ રેન્જ IGને તમામ પોલીસ કર્મીઓ વિરુદ્ધ તપાસ કરવા આદેશ આપ્યા છે. પોલીસ કસ્ટડીમાં અત્યાચાર મામલે અમદાવાદ ગ્રામ્ય SP અને ચાંગોદર PI સામે તપાસના આદેશ આપ્યા છે.

અમદાવાદ ગ્રામ્ય SP સામે સાણંદ મેજિસ્ટ્રેટ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. પોલીસ કસ્ટડીમાં અત્યાચાર મામલે SP અને ચાંગોદર PI સામે તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદ રેન્જ IGને તમામ પોલીસ કર્મીઓ વિરુદ્ધ તપાસ કરવા આદેશ આપ્યા છે. રૂપિયા પડાવવા ગોંધી રાખી અત્યાચાર ગુજારાયો હોવાની ફરિયાદનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેને લઈ અમદાવાદ ગ્રામ્ય SP સામે સાણંદ મેજિસ્ટ્રેટ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો : જગન્નાથજીની રથયાત્રામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા નજર રાખવા કેવી કરાઈ તૈયારીઓ? જુઓ Exclusive Video

જમીન પ્રકરણ મામલે 11 લાખની લાંચ માગી હોવાનો અધિકારી પર આરોપ લગાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે પોલીસ દ્વારા દંડા, પટ્ટા અને બંદૂક વડે ફરિયાદીને માર મારાયોના પોલીસકર્મીઓ પર આક્ષેપ કરાયો છે. મેજિસ્ટ્રેટે સંબંધિત વિભાગોને CCTV જપ્ત કરી તપાસ કરવા આદેશ આપ્યા છે. જોકે તપસ બાદ આ સમગ્ર ઘટના અંગે કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો