Surendranagar : ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને હાલાકી, મીઠું પકવવા નાખેલી સોલાર પેનલ તૂટતા લાખોનું નુકસાન, જુઓ Video

|

May 17, 2024 | 3:38 PM

ગુજરાતમાં માવઠા અને ભારે પવનના લીધે અનેક વિસ્તારોના લોકોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ભારે પવન સાથે વરસાદે ખારાઘોડા અને નાગબાઈ રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરીયાઓને ભારે નુકસાન કર્યું છે.

રાજ્યમાં વાવાઝોડાના પગલે અનેક વિસ્તારોમાં તરાજી સર્જી છે. ગુજરાતમાં માવઠા અને ભારે પવનના લીધે અનેક વિસ્તારોના લોકોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ભારે પવન સાથે વરસાદે ખારાઘોડા અને નાગબાઈ રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરીયાઓને ભારે નુકસાન કર્યું છે.

ભારે પવનથી મીઠું પકવવા નાખેલી સોલાર પેનલોને પવનના લીધે ઉડી અને તૂટતા લાખોનું નુકસાન થયુ છે.મીઠું પકવતા અગરીયાઓએ સરકાર અને તંત્રન નુકસાનને લઈને સહાય આપવા માગ કરી છે.

બીજી તરફ ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં કેરી, ચીકુ સહિતના પાકને નુકસાન થયુ છે. સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદના કારણે તલ અને બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતુ.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video