Salangpur Video: બોટાદના સાળંગપુરમાં દાદાને નાગરવેલના પાન અને આકડાના ફૂલનો દિવ્ય શણગાર, ભક્તોની મોટી ભીડ ઉમટી
Salangpur Hanuman: શનિવારે અધિક શ્રાવણ માસની એકાદશીને લઈ ખાસ શણગાર ગર્ભગૃહમાં સજવામાં આવ્યો હતો. ભગવાન કષ્ટભંજન દેવ હનુમાન દાદાને નાગરવેલના પાન અને આકડાના ફુલનો દિવ્ય શણગાર સજાવવવામાં આવ્યો હતો.
શનિવારે સાળંગપુરમાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી હતી. શનિવારે અધિક શ્રાવણ માસની એકાદશીને લઈ ખાસ શણગાર ગર્ભગૃહમાં સજવામાં આવ્યો હતો. ભગવાન કષ્ટભંજન દેવ હનુમાન દાદાને નાગરવેલના પાન અને આકડાના ફુલનો દિવ્ય શણગાર સજાવવવામાં આવ્યો હતો. ભગવાનને પાન બીડાનો વિશેષ અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી. વહેલી સવારથી જ ભક્તોની ભીડ સાળંગપુરમાં જામી હતી અને લાંબી કતાર કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે લાગી હતી.
શનિવારે બોટાદના સાળંગપુરમાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે વહેલી સવારથી જ પહોંચતા હોય છે. ભક્તોની ભીડ શનિવારે ખૂબ જામતી હોય છે અને ભક્તો આ દિવસે દર્શન કરવા માટે ઉમટતા હોય છે. ભક્તો પણ દિવ્ય શણગારના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.