Junagadh : ગોરખનાથની મૂર્તિ તોડવાના કેસમાં સાધુ-સંતોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીનું કર્યું સન્માન,જુઓ Video

Junagadh : ગોરખનાથની મૂર્તિ તોડવાના કેસમાં સાધુ-સંતોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીનું કર્યું સન્માન,જુઓ Video

| Edited By: | Updated on: Oct 20, 2025 | 1:26 PM

ગીરનાર પર્વત પર આવેલા મંદિરમાં ગુરુ ગોરખનાથની મુર્તિમાં તોડફોડ કરવાની ઘટના બાદ સાધુ-સંતોમાં રોષ ફેલાયો હતો પરંતુ પોલીસે ગણતરીના દિવસોમાં મુર્તિ તોડનારા આરોપીઓને ઝડપીને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાંખતા સાધુ-સંતોએ પોલીસની કામગીરીનું સન્માન કર્યું છે.

મંદિરના પગારદાર પૂજારી સહિત બે વ્યક્તિને ઝડપીને ઘટનામાં દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરી દીધું હતું.પોલીસની આ કામગીરીને બિરદાવવા માટે ગિરનાર ક્ષેત્રમાં આવેલ વિવિધ આશ્રમના સાધુ-સંતોએ DIG, SP સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢના વિવિધ આક્ષમમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવાની પણ સાધુ-સંતોએ જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુરુ ગોરખનાથની મુર્તિમાં તોડફોડ કરવાની ઘટના બાદ વિવાદ વધુ વકર્યો હતો. જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીઓને શોધી કાઢ્યા છે. પોલીસની કામગીરીથી સાધુ-સંતોએ પોલીસની કામગીરીનું સન્માન કર્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 20, 2025 12:32 PM