સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ

| Edited By: | Updated on: Jan 15, 2025 | 6:53 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે તેમના માદરેવતન માણસામાં, રૂપિયા 241 કરોડના વિવિધ કલ્યાણકારી કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ પ્રસંગે તેમણે તેમના જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. માણસાથી ભાડાની સાઈકલ લઈને અંબોડ આવવાની ઘટના, કે દાદાની સાથે કાળીમાતાના મંદિરે દર્શન કરવાના પ્રસંગને યાદ કર્યા હતા.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે ઉતર ગુજરાતના માણસામાં રૂપિયા 241 કરોડના વિવિધ પ્રજાલક્ષી અને લોક કલ્યાણલક્ષી કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ પ્રંસગે તેમણે સંબોધન કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિને કારણે એક સમયે ડાર્કઝોનમાં સમાવેશ થતા ઉતર ગુજરાતની ઘરતીમાં પાણીના તળ ઊંચા લાવવાની યોજનાઓ અમલમાં મૂકી જેનુ પરિણામ આજે આપણી સામે છે. સાબરમતી નદી પર રૂપિયા 234 કરોડનો બેરેજ બનાવવામાં આવશે. જેના કારણે 8 ગામોની 3500 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ-લાભ મળશે તેમ અમિત શાહે જણાવ્યું હતું.

અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે તરસ્યા ગુજરાતની તરસ છિપાવવાનું કામ કર્યું. 1997માં પહેલીવાર ધારાસભ્ય બન્યો. ત્યારે ઉત્તર ગુજરાતના તમામ ધારાસભ્યો બોરવેલ બનાવવાની માંગણી કરતા હતા. પરંતુ અપાતી નહોતી. કારણ કે ડાર્કઝોનમાં સમાવેશ થતો હતો. 1200 ફુટ ઊડુ પાણી ગયું હતું. બોરવેલમાંથી પાણી કાઢીને પહેલા ટાઠુ કરે પછી પાકને અપાતુ હતું. નહીં તો પાક બળી જાય એવી સ્થિતિ હતી. દરેક જગ્યાએ પાણીના તળ ઊંચા લાવવાનુ કામ કર્યું.

કોંગ્રેસે વચ્ચે નાખેલા રોડા સંધર્ષ કરીને હટાવ્યા. વડાપ્રધાન બન્યા અને નર્મદા બંધ પર દરવાજા નાખવાનું કામ પણ થયું. ભરુચથી ખાવડા, વાયા સુરેન્દ્રનગર-અમદાવાદ થઈને કેનાલ બનાવાઈ. ગુજરાતના 9000થી વધુ તળાવમાં વરસાદનું પાણી નાખ્યું અને સૌની યોજના વડે સૌરાષ્ટ્રના ગામેગામ પાણી પહોચાડ્યું. સુજલાફ સુફલામ યોજના થકી પાણીના તળ ઉચા લાવ્યા. 40-50 ફુટે પાણીના તળ આવશે. પહેલા ફ્લોરાઈડ યુક્ત પાણી પીતા હતા તે હવે ફ્લોરાઈડ વિનાનું પીવાનું પાણી પીવા માટે આપવામાં આવે છે.