Sabarkantha: સાબરડેરીમાં નોકરી જવા નિકળેલા બે દિવસથી ગૂમ યુવકની લાશ તળાવમાં તરતી મળી, પ્રાંતિજ પોલીસે શરુ કરી તપાસ, જુઓ Video
પ્રાંતિજ પોલીસે યુવકની લાશને ફાયરની ટીમની મદદ લઈ બહાર નિકાળી હતી. જે યુવકના ખિસ્સામાંથી કેટલાક ડોક્યુમેન્ટ મળી આવતા જ તે પરેશ ચૌહાણ હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને તપાસ શરુ કરી હતી. પરેશ ચૌહાણ છેલ્લા 10 વર્ષથી સાબરડેરીના પાવડર પેકિંગ પ્લાંન્ટમાં નોકરી કરે છે અને પરિવારમાં બે બાળકો ધરાવે છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બે દિવસથી ગુમ યુવકની લાશ તળાવમાંથી મળી આવી છે. મૌછા ગામનો યુવક પરેશ ચૌહાણ બે દિવસ અગાઉ નિયમીતની માફક જ સાબરડેરીમાં નોકરી પર જવા નિકળ્યો હતો. ત્યારબાદ તે ઘરે પરત ફર્યો નહોતો. ગત 30 સપ્ટેમ્બરે ઘરેથી વહેલી સવારે 7.30 કલાકે સાબરડેરી જવા નિકળ્યો હતો. પરંતુ સાંજે તે રોજની માફક ઘરે આવ્યો નહોતો. જેને લઈ ચિંતામાં રહેલા પરિવારે પરેશની શોધખોળ શરુ કરી હતી. તેની સાથે નોકરીએ જતા અન્ય યુવકે પરિવારની ચિંતા વધારી દેતો ખુલાસો કર્યો હતો કે, પરેશ સાબરડેરીમાં નોકરીએ આવ્યો જ નહોતો.
આ પણ વાંચોઃ Sabarkantha: લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં દુકાને દુકાને ફરીને કરી સ્વચ્છતાને લઈ ખાસ અપીલ, જુઓ Video
પોલીસે પણ ગૂમ યુવકની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન સલાલ ગામ પાસે આવેલ એક યુવકની લાશ પાણીમાં તરતી હોવાનુ ખુલ્યુ હતુ. પ્રાંતિજ પોલીસે યુવકની લાશને ફાયરની ટીમની મદદ લઈ બહાર નિકાળી હતી. જે યુવકના ખિસ્સામાંથી કેટલાક ડોક્યુમેન્ટ મળી આવતા જ તે પરેશ ચૌહાણ હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને તપાસ શરુ કરી હતી. પરેશ ચૌહાણ છેલ્લા 10 વર્ષથી સાબરડેરીના પાવડર પેકિંગ પ્લાંન્ટમાં નોકરી કરે છે અને પરિવારમાં બે બાળકો ધરાવે છે.