Sabarkantha: લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં દુકાને દુકાને ફરીને કરી સ્વચ્છતાને લઈ ખાસ અપીલ, જુઓ Video
સ્વચ્છતા માટે સફાઈ કામગીરી કરીને પ્રફુલ પટેલે દુકાનદારોને મહેતાપુરા વિસ્તારમાં અપીલ કરી હતી કે, અહીં આવી જ સ્વચ્છતા જળવાઈ રહે એવો પ્રયાસ કરવામાં આવે. સફાઈ કરીને તે વેપારીઓને બતાવી પૂછ્યુ હતુ કે, આજે તમારો વિસ્તાર કેવો લાગી રહ્યો છે. આવુ જ કાયમ લાગે એ માટે તમે પણ પ્રયાસ કરો. આ માટે વેપારીઓએ અને ખાણીપીણીના સ્ટોલ વાળાએ સ્વચ્છતાને અનુસરવા માટે અપીલ કરી હતી. તેમણે દુકાને દુકાને ફરીને વેપારીઓને સ્વચ્છતાને લઈ અપીલ કરી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. એક કલાક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત શહેરના મહેતાપુરા વિસ્તારમાં સ્વામીવિવેકાનંદ ચોક ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. લક્ષદ્વીપ અને દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલે એક કલાક સફાઈ શ્રમદાન કર્યું હતું. પ્રફુલ પટેલે વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ઘરીને કેટલાક વિસ્તારને સ્વચ્છ કરી આવી જ સ્વચ્છતા જાળવવા સ્થાનિકો અને વેપારીઓને અપીલ કરી હતી. આ સાથે જ તેઓએ સ્થાનિક અધિકારીઓ અને નગરપાલિકાને પણ સફાઈને લઈ માર્ગદર્શન આપી સ્વચ્છતા માટે સૂચના આપી હતી.
આ પણ વાંચોઃ Dharoi Dam: ચોમાસાની વિદાયની તૈયારીઓ, ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમની વર્તમાન સ્થિતિ જાણો, સંપૂર્ણ અપડેટ
સ્વચ્છતા માટે સફાઈ કામગીરી કરીને પ્રફુલ પટેલે દુકાનદારોને મહેતાપુરા વિસ્તારમાં અપીલ કરી હતી કે, અહીં આવી જ સ્વચ્છતા જળવાઈ રહે એવો પ્રયાસ કરવામાં આવે. સફાઈ કરીને તે વેપારીઓને બતાવી પૂછ્યુ હતુ કે, આજે તમારો વિસ્તાર કેવો લાગી રહ્યો છે. આવુ જ કાયમ લાગે એ માટે તમે પણ પ્રયાસ કરો. આ માટે વેપારીઓએ અને ખાણીપીણીના સ્ટોલ વાળાએ સ્વચ્છતાને અનુસરવા માટે અપીલ કરી હતી. તેમણે દુકાને દુકાને ફરીને વેપારીઓને સ્વચ્છતાને લઈ અપીલ કરી હતી. પ્રશાસક પ્રફુલ પટેલ સાથે સાબરકાંઠા લોકસભા ક્ષેત્રમાં સાંસદ સભ્ય દીપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા, કલેક્ટર અને મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.