Breaking News : અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ, પોલીસની ગાડીને આગચંપી, પોલીસે છોડ્યા ટિયરગેસના સેલ, જુઓ Video

Breaking News : અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ, પોલીસની ગાડીને આગચંપી, પોલીસે છોડ્યા ટિયરગેસના સેલ, જુઓ Video

| Edited By: | Updated on: May 24, 2024 | 11:59 AM

અમદાવાદ ઉદેપુર હાઈવે પર અકસ્માતમાં એક રાહદારીનું મોત થતા ગ્રામજનોએ ચક્કાજામ કર્યા હતા. અકસ્માતમાં રાહદારીનું મોત થતા ગ્રામજનો અને પોલીસ આમને સામને આવી ગયી હતી. જો ઘટનાની વાત કરીએ તો સાબરકાંઠાના ગામડી ગામ પાસેથી પસાર થતો અમદાવાદ - છોટાઉદેપુર નેશનલ હાઈવે - 48 પર પુરપાટ ઝડપે જતા વાહનથી મોત થયુ છે.

અમદાવાદ ઉદેપુર હાઈવે પર અકસ્માતમાં એક રાહદારીનું મોત થતા ગ્રામજનોએ ચક્કાજામ કર્યા હતા. અકસ્માતમાં રાહદારીનું મોત થતા ગ્રામજનો અને પોલીસ આમને સામને આવી ગયી હતી. જો ઘટનાની વાત કરીએ તો સાબરકાંઠાના ગામડી ગામ પાસેથી પસાર થતો અમદાવાદ – છોટાઉદેપુર નેશનલ હાઈવે – 48 પર પુરપાટ ઝડપે જતા વાહનથી મોત થયુ છે.

પોલીસની ગાડીને લગાવી આગ

આ ઘટના બાદ ગ્રામજનો આક્રોશમાં આવી રસ્તા પર આવી ગયા હતા અને હાઈવે બંધ કરાવી દીધો હતો.આ દરમિયાન ઘટનાસ્થળે આવેલી પોલીસને પણ ગ્રામજનોએ નિશઆને લીધી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેમજ પોલીસની 3 ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો. એક પોલીસની ગાડી આગ લગાડી હતી. ગ્રામજનોના ટોળાને દૂર કરવા માટે પોલીસે લગભગ 120 જેટલા ટિયરગેસનો મારો ચલાવવો પડ્યો.

કેમ કર્યો આટલો વિરોધ

સમગ્ર ઘટનામાં ગ્રામજનોની હાઈવે પર ઓવરબ્રિજની માગનું કારણ બહાર આવ્યું છે. હાઈવે પર વારંવાર રાહદારીઓ જોખમી રીતે રસ્તો પસાર કરતા હોવાથી ઓવરબ્રિજની માગ કરવામાં આવી છે અને ઓવરબ્રિજ મંજૂર પણ થઈ ગયો છે પરંતુ તેનું કામ શરુ થયું નથી. જેથી કરીને ગ્રામજનોમાં આક્રોશ છે.હવે નવેસરથી ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણમાં આવ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 24, 2024 11:58 AM
Follow Us