Sabarkantha News : સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય અમરત પટેલે ભાજપમાંથી આપ્યુ રાજીનામું, જુઓ Video
સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય અમરત પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યુ હોવાનું સામે આવ્યુ છે. જેઓ ભાજપ અને જિલ્લા પંચાયત સદસ્ય તરીકે કાર્યરત હતા.
સાબરકાંઠા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય અમરત પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યુ હોવાનું સામે આવ્યુ છે. જેઓ ભાજપ અને જિલ્લા પંચાયત સદસ્ય તરીકે કાર્યરત હતા.
મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં ચેરમેન પદ માટે મેન્ડેટ આપવાને લઈ અસંતોષ સર્જાતા હિંમતનગર ખાતે આવેલા ભાજપના કાર્યલયમાં જઈને તેમને રાજીનામું આપ્યુ છે. અઢી વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સભ્યને ચેરમેનનું મેન્ડેટ આપતા નારાજગી હોવાથી રાજીનામું આપ્યુ છે. જો કે ભાજપના જૂના કાર્યકર અને સદસ્યે રાજીનામુ આપતા ભાજપમાં ખળભળાટ જોવા મળી છે.
સુરતના જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખે રાજીનામાની વાત નકારી હતી
બીજી તરફ આ અગાઉ સુરતના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદેથી રોહિત પટેલે રાજીનામું આપ્યાની ચર્ચા થઈ હતી. જો કે રોહિત પટેલે રાજીનામાની વાતને નકારી હતી. તો બીજી તરફ પ્રમુખ ભાવિની પટેલે રોહિત પટેલના રાજીનામાની વાત સ્વીકારી હતી.
( વીથ ઈનપુટ – અવનીશ ગોસ્વામી, સાબરકાંઠા )

અમદાવાદ ઇસનપુર કેડિલા બ્રિજ નજીક યુવકની ગળું કાપી હત્યા, જુઓ Video

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે

સિંહોના સંવર્ધન માટે લોક ભાગીદારી જરૂરી: PM મોદી

સ્વામિનારાયણ સાધુએ પહેલા કરી વિવાદાસ્પદ ટિપ્પણી, પછી માગી માફી
