જવાબદારોને કોઈ પણ ભોગે નહીં છોડાય, વડોદરા બોટ દુર્ઘટનાને લઈ ઋષિકેશ પટેલનું નિવેદન
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા.
વડોદરાના હરણી તળાવમાં થયેલી બાળકો ડૂબવાની ઘટનાને લઈ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને લઈ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપ્યું છે. વડોદરા હરણી તળાવમાં ડૂબી જવાની ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે 12 લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ જે બાદ હવે આંકડો વધીને 13 થયો છે.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાના અત્યંત દુઃખદ અને કષ્ટદાયક સમાચાર સાંભળી શોકની લાગણી અનુભવું છું.
ઇશ્વર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકોને પોતાના શ્રી ધામમાં સ્થાન સહ પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એજ પ્રાર્થના.
ૐ શાંતિ…
— Rushikesh Patel (@irushikeshpatel) January 18, 2024
મળતી માહિતી મુજબ બોટમાં 31 લોકો સવાર હતા . 23 બાળકો, 4 શિક્ષકો અને 4 બોટનો સ્ટાફ. હાલ ડુબેલા લોકોને બચાવવાની કાંમગીરીમાં NDRFની ટીમ લાગેલી છે. હાલમાં ndrf ની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. ડુબેલા લોકોને બચાવવાની કાંમગીરીમાં જોડાશે. ડિપ ડાયવર્સ અને સોનાર સીસ્ટમ સાથે ટીમ પહોંચી. તળાવમાં ડુબેલા બાળકો અને શિક્ષકોની શોધખોળ માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

