Cyclone Biporjoy : મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બિપરજોય વાવાઝોડાની રિયલ ટાઈમ સ્થિતિની કરાઈ સમીક્ષા, શું છે કચ્છની સ્થિતિ, જુઓ Video
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ બિપરજોય વાવાઝોડાની રિયલ ટાઈમ સ્થિતિની સમીક્ષા કરી. કલેકટર ઓફિસના કંટ્રોલ કમાન્ડર સેન્ટરના અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી.
Cyclone Biporjoy : ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલની પ્રક્રિયા (process of landfall) ચાલી રહી છે. ગુજરાતના દરિયા કાંઠે વાવઝોડું ટકરાયું છે જે ગુજરાતમાં મધરાતે આગળ વધશે. વાવાઝોડાને લઈ કેબિનેટ પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ છે. ભુજ કલેક્ટર ઓફિસમાં આ બેઠક યોજાઇ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ બિપરજોય વાવાઝોડાની રિયલ ટાઈમ સ્થિતિની સમીક્ષા કરી છે. મંત્રીઓએ કલેકટર ઓફિસના કંટ્રોલ કમાન્ડર સેન્ટરના અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી.
સ્થાનિક વહીવટી તંત્ર અને કેન્દ્રીય બચાવ એજન્સીઓના શીર્ષ અધિકારીઓ સાથે બિપરજોય વાવાઝોડાની પ્રવર્તમાન પરીસ્થિતિનું મોનીટરીંગ કરવામાં આવ્યુ છે. NDRF,SDRF, પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ, બી.એસ.એફ, એરફોર્સ તેમજ હવામાન ખાતાના અધિકારીઓ પાસેથી મંત્રીઓએ વિગતવાર જાણકારી મેળવી હતી. બેઠકમા પુર્વ કલેકટર મહેન્દ્ર પટેલ, કચ્છ-મોરબી સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુ પટેલ અને પ્રભારી સચિવ હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
