Cyclone Biporjoy : દ્વારકામાં સંકટની સ્થિતિ વચ્ચે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ગોમતી ઘાટે નિરીક્ષણ, તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની કરી સમીક્ષા

Cyclone Biporjoy : દ્વારકામાં સંકટની સ્થિતિ વચ્ચે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ગોમતી ઘાટે નિરીક્ષણ, તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની કરી સમીક્ષા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 9:51 PM

Dwarka : દ્વારકામાં સંકટની સ્થિતિ વચ્ચે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગોમતી ઘાટે પહોંચ્યા હતા. અહીં તેમણે ગોમતી ઘાટે તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવી સાથે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, વહીવટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Dwarka: બિપરજોય વાવાઝોડાના સંકટની સ્થિતિ વચ્ચે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગોમતી ઘાટ પહોંચ્યા હતા. તેમણે નીચાણવાળા વિસ્તારોમા ફરી સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવી સાથે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, વહીવટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બિપરજોયના ખતરાને જોતા ઈન્ડિયન આર્મીની બટાલિયન તૈનાત કરવામાં આવી છે. ઈન્ડિયન આર્મીના 78 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આર્મી બટાલિયનની મુલાકાત લીધી હતી. સાથે જ જવાનોનો જુસ્સો વધાર્યો હતો. આર્મીની બટાલિયન રેસક્યુ માટેના ઉપકરણો સહિત તૈનાત કરવામાં આવી છે. સાથે જ આ બટાલિયન તબીબ અને એન્જિનિયરની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો :Gujarat Video: દરિયા કિનારા વિસ્તારમાં દેવભૂમિ દ્વારકાના 82 ગામડાઓના સાવચેતીના પગલા હાથ ધરાયા-HM હર્ષ સંઘવી

આ અગાઉ તેમણે દ્વારકામાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા. ગૃહરાજ્યમંત્રી સતત દ્વારકામાં વાવાઝોડા અંગે સમીક્ષા કરી રહ્યા છે. તમામ વિસ્તારોની સ્થિતિની માહિતી મેળવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારકાધિશ મંદિર અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આગામી મંદિરના નિર્ણય અંગે દેવસ્થાન સમિતિની ઓફિસ ખાતે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

g clip-path="url(#clip0_868_265)">