Gujarat Rain : અમરેલીના ખાંભા, રાજુલા, ધારી અને સાવરકુંડલામાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તા પરથી વહી નદીઓ, જુઓ Video

|

Jun 11, 2024 | 10:16 AM

ખાંભા ગીરના ગામડાઓમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યુ છે. ગીરના ગામડાઓની સ્થાનિક નદીઓ પ્રચંડ વેગે પાણી વહેતું થયુ છે. જામકા ગામના નદી નાળા છલકાયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના ખાંભા, રાજુલા, ધારી અને સાવરકુંડલા અને તેની આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ગામોમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયુ છે. તો નદીઓમાં પણ નવા નીર આવ્યા છે.

ખાંભા ગીરના ગામડાઓમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યુ છે. ગીરના ગામડાઓની સ્થાનિક નદીઓ પ્રચંડ વેગે પાણી વહેતું થયુ છે. જામકા ગામના નદી નાળા છલકાયા છે. ગીરના ગામડાઓમાં વાવણીલાયક વરસાદ વરસ્યો છે.

આ તરફ રાજુલાના માંડરડીમાં ગામના બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અનેક ગામડામાં સારા વરસાદથી ખેડૂતો ખુશ છે. તો ધારીના ગ્રામ્ય વિસ્તાર ચલાલાના ઈંગોરાળા,પાતળા ગામોમાં મેઘો મહેરબાન છે. પાતળા ગામની રાવલ નદીમાં પૂર આવ્યુ છે. ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video