વલસાડમાં RTO તંત્ર ઘોર નિંદ્રામાં : સ્કૂલ બસ ફાયર સેફટીની દરકાર વિના દોડે છે! જુઓ વીડિયો

|

Jun 14, 2024 | 11:07 AM

વલસાડ : રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે જે પ્રકારે નિયમો કડક કર્યા છે સ્કૂલોની અંદર ચાલતી વાન અને સ્કૂલના બસો સામે પણ કડક તપાસ શરૂ કરવામાં આવી છે.

વલસાડ : રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે જે પ્રકારે નિયમો કડક કર્યા છે સ્કૂલોની અંદર ચાલતી વાન અને સ્કૂલના બસો સામે પણ કડક તપાસ શરૂ કરવામાં આવી છે.

આરટીઓના નવા નિયમો કડક કરતા રાજ્યમાં કેટલીક જગ્યા ઉપર આરટીઓ દ્વારા આજરોજ સ્કુલો પર ચાલતા વાહનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી પરંતુ વલસાડ જિલ્લાનું આરટીઓ તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘતું જોવા મળ્યું હતું.  વલસાડ જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓમાં કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી બસોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો તો બાળકોની સલામતી પર સવાલો ઉભા થયા હતા.

ખખડધજ હાલતમાં બસ જોવા મળી હતી તો બીજી તરફ બસની અંદર વાયરો પણ ખુલ્લા જોવા મળ્યા હતા બસની અંદર ફાયરના કોઈપણ સાધનો ન જોવા મળ્યા હતા તો બીજી તરફ બસના કેટલીક જગ્યા ઉપર પતરા પણ સડેલી હાલતમાં જોવા મળ્યા હતા તો ઇમરજન્સી ડોર પણ બસનો જામ જોવા મળ્યો હતો જેને લઈને શાળાના બાળકોની જે સલામતી છે તેની સામે સવાલો ઉઠ્યા છે.

 

Input Credit : Akshay kadam – Valsad

આ પણ વાંચો : સુરત : સ્કૂલ વાનમાં શાળાએ જતું તમારું બાળક કેટલું સલામત? જુઓ વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video