AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RSS વડા મોહન ભાગવત ગુજરાત પ્રવાસે, લોકસભાની ચૂંટણી પહેલા મહત્વની બેઠકો યોજાશે

RSS વડા મોહન ભાગવત ગુજરાત પ્રવાસે, લોકસભાની ચૂંટણી પહેલા મહત્વની બેઠકો યોજાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2023 | 7:18 PM
Share

લોકસભાની ચૂંટણીને લઈ હવે માહોલ ગરમ થવા જઈ રહ્યો છે. દિવાળી બાદ ચૂંટણીના સંદર્ભમાં માહોલ જામવા લાગશે. આ પહેલા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે રવિવારથી પહોંચી રહ્યા છે. તેઓ ગુજરાતમાં ઉપસ્થિત રહેવા દરમિયાન મહત્વની બેઠકોનો દોર કરશે. જેને લઈ તેમના પ્રવાસ પર સૌની નજર રહેલી છે.

આગામી લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં હવે બેઠકોનો દોર શરુ થયો છે. ગુજરાતમાં હવે દેશના રાષ્ટ્રીય નેતાઓ આવન જાવન કરશે અને ચૂંટણીને લઈ બેઠકો અને પ્રવાસ યોજશે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સરસંઘસંચાલક 10 દિવસના ગુજરાત પ્રવાસે રવિવારથી આવી રહ્યા છે. તેઓ આ દશ દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં પોતાનો પ્રવાસ ખેડશે અને મહત્વની બેઠકો યોજશે.

આ પણ વાંચોઃ સાબરમતી નદીના પટમાંથી 16 કરોડની કિંમતની 5 લાખ મેટ્રિક ટન રેતીની ચોરી, પ્રાંતિજ પોલીસે શરુ કરી તપાસ

RSS દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા મહત્વની બેઠકોનો દોર શરુ કર્યો છે. મોહન ભાગવત 10 દિવસ ગુજરાતમાં રોકાણ કરનાર છે. આ દરમિયાન સોમવારે મોહન ભાગવત અમદાવાદમાં શારદાપીઠના જગદગુરુ સદાનંદ સરસ્વતીની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ 8મી સુધી કચ્છનો પ્રવાસ કરશે. જ્યાં ભૂજમાં અખીલ ભારતીય કાર્યકારીણી બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં 45 થી વધુ પ્રાંતના નિર્દેશક અને પ્રચારકોને તેઓ સંબોધન કરશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 29, 2023 05:09 PM
g clip-path="url(#clip0_868_265)">