Vadodara: ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત્, ભૂવો પડતા વાહનચાલકોને હાલાકી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 16, 2023 | 4:06 PM

વડોદરામાં સમાના સંજયનગરમાં ભૂવો પડ્યો. ભૂવો પડતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. સ્થાનિકોએ તંત્ર પર આક્ષેપ કર્યો છે. ત્રણ દિવસ પહેલા અહીં નાનો ભૂવો હતો, જેમાં તંત્રએ માત્ર કપચી પૂરીને કામગીરી પૂર્ણ કરી છે. હવે અહીં મોટો ભૂવો પડી ગયો છે.

Vadodara: ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત્ છે. વાત છે સમાના સંજયનગરની કે જ્યાં મસમોટો ભૂવો પડ્યો છે. અહીં ભૂવો પડવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનું આક્ષેપ છે કે, છેલ્લા ત્રણ દિવસથી અહીં નાનો ભૂવો તો હતો જ સ્થાનિકોએ આ મામલે ફરિયાદ પણ કરી હતી. પરંતુ માત્ર કપચી નાખીને ભૂવો પૂરી દેવામાં આવ્યો હતો.

જેના કારણે હવે આ ભૂવો મોટો થઇ ગયો છે. સ્થાનિકોનો એવો પણ દાવો છે કે, આ વિસ્તારમાં અનેક શાળાઓ આવેલી છે. અહીંથી વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે. જો, વર્કિંગ દિવસમાં આ ઘટના બની હોત તો કદાચ મોટી દુર્ઘટના બની હોત. જેથી કોર્પોરેશને પહેલાથી જ ગંભીરતા જોઇને ભૂવાનું સમારકામ સારી રીતે કરવાની જરૂર હતી.

આ પણ વાંચો : વિશ્વામિત્રી નદીના ઘાટનું ધોવાણ અટકાવવા મહિલાઓએ આરંભ્યુ પ્લાસ્ટિક બોટલોથી ઈકો બ્રિક બનાવવાનું અભિયાન-જુઓ તસ્વીરો

તો ભૂવો પડ્યો હોવાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર પણ દોડી આવ્યા હતા અને કોર્પોરેશનના અધિકારીઓને બોલાવીને તાત્કાલિક સમારકામ શરૂ કરી દીધું છે. જો કે, ઘટનાને લઇ કોર્પોરેટર તંત્રના બચાવમાં આવી ગયા. કોર્પોરેટરનું કહેવું છે કે, વર્ષો જૂની લાઇન બદલવા માટે અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું અને જેના કારણે અહીં ભૂવો પડ્યો છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો