AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati VIDEO : હવે રાજકોટમાં બુલડોઝરવાળી ! ગેરકાયદે બાંધકામ તોડવા તંત્રની કામગીરી શરૂ

Gujarati VIDEO : હવે રાજકોટમાં બુલડોઝરવાળી ! ગેરકાયદે બાંધકામ તોડવા તંત્રની કામગીરી શરૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 1:52 PM
Share

બુલડોઝરની કામગીરીમાં મનપાના અધિકારીઓ સાથે પોલીસનો કાફલો પણ સાથે છે.તો બીજી તરફ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે અધિકારીઓને રૂપિયા ન આપ્યા એટલે બુલડોઝરની કામગીરી કરવામાં આવી રહી છે.

Rajkot : રાજકોટમા ગેરકાયદે બાંધકામ તોડવના તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા હાલ ગેરકાયદે બાંધકામો પર કડક વલણ દાખવવામાં આવ્યુ છે. ભક્તિનગર સ્ટેશનમાં હાલ ગેરકાયદે બાંધકામને તોડવાની કામગીરી હાથ ધરવામા આવી છે. હાલ તંત્ર બુલડોઝર લઈને દબાણ હટાવવા પહોંચ્યુ છે.

આપને જણાવી દઈએ કે, મનપાના અધિકારીઓ સાથે પોલીસનો કાફલો પણ સાથે છે.તો બીજી તરફ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે અધિકારીઓને રૂપિયા ન આપ્યા એટલે બુલડોઝરની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Breaking News : કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય ચૂકવાશે, કૃષિમંત્રીએ વિધાનસભા ગૃહમાં કરી જાહેરાત

ગેરકાયદે બાંધકામ પર તંત્રનુ ફરી વળશે બુલડોઝર

આપને જણાવી દઈએ કે, દેવભૂમિ દ્વારકા ખાતે પણ તાજેતરમાં જ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેનુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં દબાણો હટાવાયા હતા તે નાવદ્રા, હર્ષદ ગાંધવી અને ભોગાત નામના સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અને નિરિક્ષણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અહીં ગેરકાયદે પ્રવૃતિ કોઈ હિસાબે ચલાવી લેવામાં આવશે નહીં અને 1600 કિલમીટરના દરિયાકાંઠે જ્યાં પણ ગેરકાયદે દબાણ જોવા મળશે તેને દૂર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હર્ષદ, નાવદ્રા અને ભોગાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામ દૂર કરાયું છે. વહીવટી તંત્રએ 520થી વધારે દબાણ હટાવીને 14.27 લાખ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરી છે. અંદાજે 6.19 કરોડ રૂપિયાની જમીન ઉપરનું દબાણ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ વગર દૂર કરવામાં આવ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">