Gujarati video : રાજકોટમાં અખાદ્ય પનીરનો જથ્થો પકડાયા બાદ RMCની તવાઈ, રૈયા ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ
Rajkot News : રૈયા ચોકડી નજીકની રેસ્ટોરન્ટમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. શહેરની વિવિધ રેસ્ટોરન્ટમાં પનીરની ગુણવત્તાને લઇને તપાસ હાથ ધરાઈ હતી.
રાજકોટમાં અખાદ્ય પનીરનો જથ્થો પકડાયા બાદ આરોગ્ય વિભાગે ફરી સપાટો બોલાવ્યો છે. રૈયા ચોકડી નજીકની રેસ્ટોરન્ટમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. શહેરની વિવિધ રેસ્ટોરન્ટમાં પનીરની ગુણવત્તાને લઇને તપાસ હાથ ધરાઈ હતી. મંગળવારે પકડાયેલા પનીરમાં 9 વેપારીને સપ્લાઇ થતું હોવાનું ખૂલ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, 190 રૂપિયે કિલોના ભાવે અખાદ્ય પનીરનો જથ્થો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વેચાતો હતો. જેને લઇને આરોગ્ય વિભાગે રેસ્ટોરેન્ટમાં તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો-Junagadh : નદીના પૂરમાં તણાયેલી 3 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા, જુઓ Video
ગઇકાલે રાજકોટ આરોગ્ય વિભાગે પાર પાડેલા એક ઓપરેશનમાં કુલ 1600 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોગ્ય વિભાગને બાતમી મળી હતી કે પનીરનો શંકાસ્પદ જથ્થો રાજકોટ આવી રહ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવીને આરોગ્યની ટીમે 1600 કિલો પનીરનો જથ્થો ભરેલુ વાહન અટકાવ્યું હતુ. તપાસમાં ખુલાસો થયો કે આ પનીર હલકી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓમાંથી બનાવવામાં આવ્યું છે.
અખાદ્ય પનીરની જાણ થતાં જ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી અને પનીરના સેમ્પલ લેબ તપાસમાં મોકલી આપ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મોંઘુ મળતું પનીર માત્ર 190 રૂપિયે કિલોના ભાવે વેચાતુ હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…