Junagadh : નદીના પૂરમાં તણાયેલી 3 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા, જુઓ Video
છત્રાસા અને ચુડવા ગામની વચ્ચે આવેલા ખેતરોમાં કામ કરવા આવેલા લાઠ ગામના 12 ખેત મજૂરો ભરેલી રિક્ષા નદીના વહેણમાં તણાઈ હતી. જેમાથી નવ જેટલા લોકોનો આબાદ બચાવ થયો હતો. બાકી રહેલી 3 મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી આવતા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. ત્યારે આ અણધાર્યા વરસાદે માણાવગરમાં ત્રણ જિંદગી છીનવી લીધી છે. માણાવદર ગઈકાલે પડેલા અનરાધાર વરસાદને કારણે ચુડવા ગામની નદી પુર આવ્યું હતું. જેમાં છત્રાસા અને ચુડવા ગામની વચ્ચે આવેલા ખેતરોમાં કામ કરવા આવેલા લાઠ ગામના 12 ખેત મજૂરો ભરેલી રિક્ષા નદીના વહેણમાં તણાઈ હતી. જેમાં થી 9 લોકોનો ચમત્કારિત બચાવ થયો હતો.
ભારે જહેમત બાદ મૃતદેહને શોધવામાં સફળતા
મહત્વનુ છે કે નદીના પૂરમાં તણાયેલી 3 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે. માતા-પુત્રી સહિત ત્રણ મહિલાઓ નદીના પૂરમાં તણાઇ હતી. રીક્ષામાં બેસીને નદી પાર કરવા જતા દુર્ઘટના સર્જાઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોની ભારે જહેમત બાદ મૃતદેહને શોધવામાં સફળતા મળી છે. ગઈકાલે સાંજે નદીમાં પૂર આવતા રીક્ષા સાથે મહિલાઓ તણાઇ હતી મજૂરી કામે આવેલી ત્રણેય મહિલાઓ ઉપલેટાના લાઠ ગામની વતની હોવાનું પણ સામે આવ્યું હતું.
આ પણ વાંચો : માણાવદરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, જુઓ Video
નવ જેટલા લોકોનો આબાદ બચાવ
ભારે વરસાદને લઈ પૂરની સ્થિતિ સર્જાઈ હતી જોકે આ દરમ્યાન રિક્ષા નદીના પૂરમાં તણાયા હોવાની જાણ વહીવટી તંત્રને થતા જૂનાગઢ કલેક્ટરે બચાવ કરી માટે ફર વિભાગને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા આદેશ કર્યો હતો. માણાવદર વહીવટી તંત્રના ફાયર વિભાગ, NDRF અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યો હતો. જોકે, સદનસીબે નવ લોકોનો આબ્દ બચાવ થયો હતો જ્યારે ત્રણ મહિલાઓ ડૂબ્યાની જાણ આસપાસના લોકોને થતા લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. આખરે ફાયર વિભાગની મહેનત બાદ મૃતદેહ મળી આવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…