Gujarati video : રાજકોટ મવડી વિસ્તારમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, ગરબા રમીને ઘરે પરત ફર્યા બાદ આવ્યો એટેક
રાજકોટ (Rajkot) શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં કારખાનેદાર યુવકે હાર્ટએટેકથી જીવ ખોવાનો વારો આવ્યો છે.
હાલમાં કોરોના બાદ નાની ઉંમરે હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધ્યુ છે. છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના કેસ વધ્યા છે. યુવાનોમાં હાર્ટએટેકથી મોતના બનાવોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયુ છે. લગ્નમાં દાંડિયા રાસ રમ્યા બાદ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે.
આ પણ વાંચો-Gujarati Video : પંચમહાલના ડાંગરી ગામના રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યો દીપડો, સ્થાનિકોમાં ભયનો માહોલ
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં કારખાનેદાર યુવકે હાર્ટએટેકથી જીવ ખોવાનો વારો આવ્યો છે. હજુ તો થોડા દવિસ પહેલા જ રાજકોટમાં એક 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. ત્યારે હવે વધુ એક યુવકને હાર્ટ એટેક આવ્યો છે. સોમવારે અમિત ચૌહાણના ફોઈના દીકરા અક્ષય ખેલૈયાના લગ્ન પ્રસંગમાં કરાયેલા દાંડિયા-રાસના કાર્યક્રમમાં ગયો હતો. દાંડિયા રાસ રમીને અમિત ચૌહાણ ઘરે પરત ફર્યો હતો. ઘરે પરત આવ્યા બાદ તેને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મૃતક અમિત ચૌહાણના ત્રણ ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તેમજ સંતાનમાં તેને એક દીકરો હોવાનું પણ સામે આવ્યું છે. અમિત ચૌહાણ પીરવાડી ખાતે સોની કામની ડાય બનાવવાનું કામ કરતો હોવાની માહિતી મળી રહી છે.
તો બીજી તરફ રાજકોટ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટનું માનવું છે કે હાર્ટ એટેકની ઘટનાઓ વધવા પાછળ બદલાતી જતી લાઇફ સ્ટાઇલ છે. તબીબોનો દાવો છે કે યુવાઓ વધુ તણાવમાં રહેતા હોવાથી નાની વયે હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.
રાજકોટ સિવિલ સત્તાધીશો તરફથી મળેલા આંકડા પર નજર કરીએ તો રોજના સરેરાશ 2 લોકોના મોત હાર્ટ એટેકથી થઇ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે થોડા સમયમાં સિવિલમાં કેથ લેબની શરૂઆત કરવામાં આવશે. જેમાં એન્જીયોપ્લાસ્ટી અને એન્જીયોગ્રાફિની સુવધાઓ પણ હશે. જેથી યુવાઓ સહિત દર્દીઓ અહીં તમામ પ્રકારના ટેસ્ટ વિનામૂલ્યે કરાવી શકશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…