Gujarati Video: રાજકોટ અને જામનગરમાં આરોગ્ય વિભાગના દરોડા, વેચાણ કરાતુ પનીર અને ઢાબામાં વપરાતા પનીરના નમુના લેવાયા

| Edited By: | Updated on: May 05, 2023 | 6:02 PM

આરોગ્ય વિભાગની ટીમે રાજકોટ (Rajkot) અને જામનગરમાં પનીર વેચતા વેપારી અને પનીર ઉપયોગમાં લેતા ઢાબા પર ચેકિંગ હાથ ધર્યુ હતુ અને સેમ્પલ લઇને તપાસ અર્થે મોકલ્યા હતા.

રાજકોટમાં (Rajkot) આરોગ્ય વિભાગની ટીમે બલી પાજીના ઢાબામાં પણ દરોડા પાડ્યા. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી સર્વેશ્વર ચોકમાં બલી પાજી કા ઢાબામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પનીરની ગુણવત્તાને લઈને તપાસ કરવામાં આવી. આરોગ્ય વિભાગની ટીમે સન્ની પાજી કા ઢાબામાંથી 10 કિલો વાસી પનીરનો જથ્થો સીઝ કર્યો છે તો 7 કિલો અખાદ્ય વાસી ખોરાકનો પણ નાશ કરવામાં આવ્યો.

હાલ સન્ની પાજીના ઢાબાને નોટિસ ફટકારવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ પનીર ખાદ્ય છે કે અખાદ્ય તે જાણવા મળશે. મહત્વનું છે કે અગાઉ બલી પાજી કા ઢાબામાં પંજાબી શાકના નમૂના ફેલ થયા હતા.

આ પણ વાંચો-અમદાવાદના સાબરમતીમાં એશિયાનું સૌથી આધુનિક રેલવે કમાન્ડ કંટ્રોલરુમ બનાવાયુ, ગુડ્ઝ ટ્રેન હવે વિક્ષેપ વિના દોડશે

જામનગર શહેરમાં પણ આરોગ્ય વિભાગની ટીમે સપાટો બોલાવ્યો હતો. પનીરનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી અને નમૂના લીધા હતા. શહેરની કામદાર કોલોનીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. કામદાર કોલોનીમાં આવેલા વીરાજ પનીર માર્ટમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પનીર શંકાસ્પદ જણાતા નમૂના લેવામાં આવ્યાં હતા. હાલ પનીરના નમૂનાને લેબોરેટરીમાં મોકલાયા છે. આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે ઉનાળું સીઝન દરમિયાન દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…