TV9 Property Expo 2022: હવે બજેટ અને વિસ્તારને અનૂકુળ તમારા ઘરનું સ્વપ્ન થશે પૂર્ણ, ત્રિ-દિવસીય પ્રોપર્ટી એક્સ્પો-2022માં મળી રહેશે આકર્ષક સ્કિમ

TV9 Property Expo 2022: હવે બજેટ અને વિસ્તારને અનૂકુળ તમારા ઘરનું સ્વપ્ન થશે પૂર્ણ, ત્રિ-દિવસીય પ્રોપર્ટી એક્સ્પો-2022માં મળી રહેશે આકર્ષક સ્કિમ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 3:05 PM

મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi) આ એક્સ્પોને ખૂલ્લો મૂક્યો હતો. 15 એપ્રિલથી લઇને 17 એપ્રિલ સુધી ચાલનારા પ્રોપર્ટી એક્સ્પોમાં (Property Expo) 20 જેટલા અલગ-અલગ બિલ્ડર ગ્રુપના સ્ટોલ છે  અને તમામ બિલ્ડર્સે લોકો માટે આકર્ષક સ્કિમ પણ રાખી છે. 

દરેક વ્યક્તિને પોતાના ઘરનું ઘર બનાવવાનું સપનું હોય છે. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે બજેટ અને વિસ્તારને અનૂકુળ પોતાનું ઘર હોય. પરંતુ વધતી જતી મોંઘવારીના કારણે ઘણા લોકોનું આ સપનું અધૂરું રહી જતું હોય છે અથવા તો એ સપનું પૂરું કરવા માટે ઉધાર કરીને પોતાનાં માથે વધુ એક બોજ નાખતા હોય છે. ત્યારે લોકોને સરળતાથી અને બજેટમાં ઘર મળી રહે તે માટે અમદાવાદના (Ahmedabad) નરોડા વિસ્તારમાં ટીવી 9 દ્વારા ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સ્પો-2022નું (TV 9 Property expo 2022)આયોજન કર્યું છે જેને  મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi) ખુલ્લો મુક્યો હતો.

મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આ એક્સ્પોને ખૂલ્લો મૂક્યો હતો. 15 એપ્રિલથી લઇને 17 એપ્રિલ સુધી ચાલનારા પ્રોપર્ટી એક્સ્પોમાં 20 જેટલા અલગ-અલગ બિલ્ડર ગ્રુપના સ્ટોલ છે  અને તમામ બિલ્ડર્સે લોકો માટે આકર્ષક સ્કિમ પણ રાખી છે. આ તમામ સ્ટોલની મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત લીધી હતી. તો AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલે ટીવી 9 દ્વારા આયોજીત પ્રોપર્ટી શૉની મુલાકાત લીધી. તેમણે ટીવીનાઈન આયોજીત પ્રોપર્ટી એક્સ્પોના વખાણ કર્યા હતા. તેમણે અલગ-અલગ સ્ટોલની મુલાકાત લઈ કેવા પ્રકારના ઘર અને બિલ્ડર્સ દ્વારા કેવી સ્કિમ રાખવામાં આવી છે તેની માહિતી લીધી. પ્રોપર્ટી એક્સ્પોમાં આવેલા અન્ય મુલાકાતીઓએ પણ મકાનની અલગ-અલગ સ્કિમોની માહિતી લીધી.

આ પણ વાચો-Gujarat Elections 2022: ચૂંટણી પહેલા જ્ઞાતિ અને સમુદાયોના સમીકરણ સાધવા રાજકીય ગતિવિધી તેજ, ભાજપ બક્ષીપંચ મોરચો યોજશે રાજ્યમાં ખાટલા પંચાયત

આ પણ વાંચો- PM મોદીએ કચ્છમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરતાં કહ્યું, આગામી 10 વર્ષમાં દેશને રેકોર્ડ સંખ્યામાં નવા ડોક્ટરો મળશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">