Gujarati Video : જૂનાગઢમાં વિસાવદર અને કાલસારીના માલધારીઓમાં રોષ, 80 જેટલા પશુ લઇ મામલતદાર કચેરીએ પહોંચ્યા

|

May 26, 2023 | 11:08 AM

વર્ષ 2008થી ગૌચરની જમીન ખુલ્લી કરવા માટે માગ માલધારીઓ કરી રહ્યા છે. ત્યારે આજે માલધારીઓએ આક્ષેપ કર્યો હતો કે, ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીન પર કબજો કરી લેવામાં આવ્યો છે.

જૂનાગઢના વિસાવદર અને કાલસારીના માલધારીઓ રોષે ભરાયા છે. માલધારીઓ 80 જેટલા પશુ લઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. માલધારીઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2008થી ગૌચરની જમીન ખુલ્લી કરવા માટે માગ કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માલધારીઓ આક્ષેપ કર્યો હતો કે, ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીન પર કબજો કરી લેવામાં આવ્યો છે. માલતદાર ઓફિસ મામલો બગડ્યો હતો જેના પગલે પોલીસે 9 માલધારીઓની અટકાયત કરી છે.

આ પણ વાંચો : વેરાવળના ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં અંતે ગુનો નોંધાયો, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ દાખલ

તો બીજી તરફ મામલતદારને માલધારીના આ પ્રશ્ન અંગે પુછવામાં આવ્યું તો મામલતદારે કહ્યું કે, માલધારીઓને સમજાવાનો ખુબજ પ્રયત્ન કર્યો પરંતુ તેવો સમજ્યા નહીં સાથે જ પ્રશ્નનને ઉકેલવાની વાત પણ કરવામાં આવી પરંતુ માલધારીઓ પોતાના પશુને અહીં છોડી ગયા છે. માલધારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી તેઓના પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે ત્યાં સુધી પશુઓ મામલતદાર કચેરીમાં જ રહેશે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:17 pm, Thu, 18 May 23

Next Video