આજનું હવામાન : મેઘરાજા ભૂક્કા બોલાવશે ! ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર, મેઘરાજા અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી શક્યતા છે. આજથી 3 દિવસ વરસાદનું જોર વધુ રહી શકે છે. તેમાં પણ 7 સપ્ટેમ્બરે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી શક્યતા છે. આજથી 3 દિવસ વરસાદનું જોર વધુ રહી શકે છે. તેમાં પણ 7 સપ્ટેમ્બરે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ
આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તેમજ પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ, બોટાદમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં યલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરાઇ છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘો ભૂક્કા બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોમાં 4થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.
