Banaskantha : પાલનપુરના રૂપપુરાના ગ્રામજનોએ ફાળો ઉઘરાવી જળસંચય અને જળસંગ્રહ માટે શરુ કર્યુ અભિયાન, જુઓ Video

|

Jun 06, 2024 | 4:27 PM

બનાસકાંઠાના રૂપપુરા ગામના લોકો ઝાઝા હાથ રળીયામણા સૂત્રને સાકાર કરી રહ્યા છે. દિવસેને દિવસે ઉંડા જતા ભૂર્ગભ જળની ચિંતા લોકોને સતાવી રહી છે. ત્યારે પાલનપુરના રૂપપુરાના ગ્રામજનોએ કોઇના ભરોસે બેસી રહ્યા વગર વિના સહકાર નહીં ઉદ્ધારનું સુત્ર અપનાવ્યું.

બનાસકાંઠાના રૂપપુરા ગામના લોકો ઝાઝા હાથ રળીયામણા સૂત્રને સાકાર કરી રહ્યા છે.દિવસેને દિવસે ઉંડા જતા ભૂર્ગભ જળની ચિંતા લોકોને સતાવી રહી છે.ત્યારે પાલનપુરના રૂપપુરાના ગ્રામજનોએ કોઇના ભરોસે બેસી રહ્યા વગર વિના સહકાર નહીં ઉદ્ધારનું સુત્ર અપનાવ્યું. ગ્રામજનોએ ફાળો ઉઘરાવી અને શ્રમદાન કરીને જળસંચય અને જળસંગ્રહ માટે અભિયાન શરૂ કર્યું છે.

તળાવમાં બનાવાયા 2 રિચાર્જ કુવા

રૂપપુરા ગામના ગટરના પાણીને પણ એક તળાવમાં છોડી તેના દ્વારા ભૂગર્ભ જળ રિચાર્જ કરવાની વ્યવસ્થા કરાઇ છે. વરસાદી પાણી પણ તળાવમાં એકઠું કરવાની વ્યવસ્થા ગ્રામજનોએ જ ઉભી કરી છે.વરસાદી પાણી વેડફાઇ ન જાય અને ભૂગર્ભૂમાં ઉતરે તે માટે તળાવમાં ખાસ 2 રિચાર્જ કુવા પણ બનાવાયા છે.રૂપપુરાના રહીશોએ તેમની આવનારી પેઢીને પાણી અને પ્રયાસ કરતા રહેવાના જૂસ્સાની ભેટ આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video