Monsoon 2023: જામનગરમાં જળબંબાકાર, રણજીતસાગર ડેમ ઓવરફ્લો, જિલ્લામાં 5 વ્યક્તિના મોત, જૂઓ Video
વરસાદના કારણે જિલ્લામાં 5 વ્યક્તિના મોત થયા છે. રણજીતસાગર ડેમ (Ranjitsagar Dam) પર સેલ્ફી લેવા જતા પિતા-પુત્રનું મોત થયુ છે. તો બીજી તરફ ધુંવાવ ગામમાં મકાનમાં પાણીમાં ડૂબી જવાથી બાળકીનું મોત થયુ છે.
Jamnagar : જામનગર જિલ્લામાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. જામનગરમાં એક દિવસમાં 13 ઈંચ વરસાદ (Rain) ખાબકતા ભારે તારાજી સર્જાઈ છે. વરસાદના કારણે જિલ્લામાં 5 વ્યક્તિના મોત થયા છે. રણજીતસાગર ડેમ (Ranjitsagar Dam) પર સેલ્ફી લેવા જતા પિતા-પુત્રનું મોત થયુ છે. તો બીજી તરફ ધુંવાવ ગામમાં મકાનમાં પાણીમાં ડૂબી જવાથી બાળકીનું મોત થયુ છે. તો ગુલાબ નગરમાં કેનાલ ડૂબી જતા એક કિશોરનું મોત થયું છે.
આ પણ વાંચો-જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યુ, વિસાવદરમાં 12 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ, જૂઓ જળબંબાકારના Video
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં એક યુવાન ડૂબી જતા મોત થયુ છે. અનેક સોસાયટીના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરી પલળી ગઇ છે. સતત વરસાદને કારણે જિલ્લાના છ ડેમ ઓવરફ્લો થયા છે. ઊંડ- 2, કંકાવટી અને રણજીતસાગર ડેમ ઓવરફલો થયો છે. પાણી ભરાતા જાંબુડાથી જોડીયા તરફનો સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો