આનંદો ! હવે જામનગરવાસીઓને પાણીની સમસ્યા નહીં સર્જાય, સૌની યોજના હેઠળ ડેમો લીંકઅપ થતા હાશકારો

|

Sep 26, 2022 | 9:25 AM

અપૂરતા વરસાદના પગલે પીવાના પાણીની સમસ્યા થતી હતી પરંતુ હવે જળસંકટ ટળતા શહેરીજનોમાં ખૂશીની લાગણી જોવા મળી રહી છે.

જામનગરવાસીઓને (Jamnagar) આ વર્ષે પીવાના પાણીની તંગી બિલકુલ નહીં સર્જાય . શહેરને પીવાનું પાણી પૂરા પાડતા ડેમ સંપૂર્ણ ભરાતા લોકોને પાણી માટે વલખા નહીં મારવા પડે. તેમ જ સૌની યોજના (Sau Ni Yojana) હેઠળ ડેમો લીંકઅપ થતા પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો છે.  ઉલ્લેખનીય છે કે, પૂરતા વરસાદના (Rain) પગલે પીવાનું પાણી પૂરો પાડતો રણજીતસાગર ડેમ વરસાદી પાણીથી 25 ટકા ભરાયો છે. જયારે સૌની યોજનાથી લીંકઅપ થતા 27 ફૂટ સુધી ડેમ ઓવરફલો થયો છે. જેને લઈને શહેરને એક વર્ષ સુધી નિયમિત પાણી વિતરણ કરવામાં આવશે.

પીવાનું પાણી પુરૂ પાડતા ડેમો છલોછલ

શહેરના લોકોને હવે જરૂરિયાત મુજબ પૂરતું પાણી મળી રહેશે. શહેરને દૈનિક 110 એમએલડી પાણીની જરૂરીયાત છે. જે રણજીતસાગર, ઉંડ અને સસોઈ ડેમમાંથી મેળવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અપૂરતા વરસાદના પગલે પીવાના પાણીની સમસ્યા થતી હતી પરંતુ હવે જળસંકટ ટળતા શહેરીજનોએ ખુશી વ્યકત કરી હતી.

Next Video