રાજ્યના મંદિરોમાં ભક્તિ સાથે જામ્યો રંગોત્સવનો માહોલ, અંબાજી, સાળંગપુર, ડાકોર, શામળાજીમાં ભક્તોનુ ઘોડાપૂર- જુઓ વીડિયો

રાજ્યના મંદિરોમાં ભક્તિ સાથે જામ્યો રંગોત્સવનો માહોલ, અંબાજી, સાળંગપુર, ડાકોર, શામળાજીમાં ભક્તોનુ ઘોડાપૂર- જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2024 | 12:08 AM

રાજ્યના મંદિરોમાં પણ ધૂળેટી પર્વે ભક્તિનો રંગ જોવા મળ્યો. મોટી સંખ્યામાં ભાવિકોનું ઘોડાપૂર મંદિરોમાં દર્શનાર્થે ઉમટ્યુ હતુ. આ તરફ મંદિરોમાં પણ રંગોત્સવનો માહોલ જોવા મળ્યો. અંબાજી, સાળંગપુર, શામળાજી, ડાકોર મંદિરને વિવિધ રંગી ફુલો અને કલરની થીમથી સજાવવામાં આવ્યા હતા.

મંદિરોમાં ભક્તિ સાથે રંગોત્સવનો માહોલ જામ્યો છે. રાજ્યભરના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં વહેલી સવારથી જ માઈભક્તો જોવા મળ્યા. મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું. આ તરફ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 51 હજાર નેચરલ કલર અને 400 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ અપનાવાઈ. અમદાવાદના જગન્નાથ મંદિરમાં ચાંદીની પિચકારીથી રંગોત્સવની ઉજવણી કરાઈ. ડાકોરમાં પણ વિશેષ શણગાર જોવા મળ્યો. તો શામળાજીમાં પણ ભક્તો ઝૂમી ઉઠ્યા.

બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ધુળેટી પર્વની રંગેચંગે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 51 હજાર નેચરલ કલર અને 400 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર 70 ફુટ જેટલા ઉંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર બ્લાસ્ટ કરાયા હતા.અને 60 જેટલા નાસિક ઢોલના તાલે હજ્જારો હરિભક્તો ઝુમી ઉઠયા હતા અને દાદાના રંગે રંગાયા હતા.

આ તરફ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ચાંદીની પિચકારીથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. રંગોત્સવમાં 1000 કિલોથી વધુ ફુલો સાથે ફુલ ડોલોત્સવ ઉજવાયો . કેમિકલ કલરથી દૂર રહીને હોળી ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો.

આ પણ વાંચો:

આ પણ વાંચો: ભાવનગરઃ ધૂળેટીના પર્વે જ તળાજાના મણાર ગામ પાસેના ચેકડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના મોત- વીડિયો

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Mar 25, 2024 11:59 PM
g clip-path="url(#clip0_868_265)">