BHAVNAGAR : ભાદેવાની શેરીમાં મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત થયા

Bhavnagar news : મકાન ધરાશાયી થતા જ આસપાસના લોકો બચાવકાર્યમાં જોડાયા હતા અને કાટમાળમાં દટાયેલા પરિવારના 4 સભ્યોને બહાર કાઢવા કામે લાગી ગયા હતા. દટાયેલા 4 લોકોમાં રિદ્ધિબેન નામના અકે મહિલાનું કરૂણ મૃત્યુ થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:06 AM

BHAVNAGAR : ભાવનગર જિલ્લામાં ઉમરાળામાં પ્રાથમિક શાળા ધરાશાયી થવાની ઘટના હજી તાજી છે, ત્યાં આવી બીજી ઘટના ભાવનગર શહેરમાં બની છે. ભાવનગર શહેરમાં ભાદેવાની શેરીમાં એક જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ મકાન ધરાશાયી થતા મકાનના કાટમાળમાં 4 લોકો દટાયા હતા, જેમાંથી 1નું મૃત્યુ થયાના તેમજ અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે.

મળતી માહિતી પ્રમાણે ભાવનગર શહેરમાં ભાદેવાની શેરીમાં આજે વહેલી સવારે 5 વાગ્યે એક જર્જરિત મકાન ધરાશાયી થઇ ગયું હતું. આ ઘટનામાં 4 લોકો દટાયા હતા, જેમાંથી 1 મહિલાનું મૃત્યુ થયું છે તેમજ અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમણે સારવાર માટે ભાવનગરની સરટી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

મકાન ધરાશાયી થતા તરત જ ફાયર બ્રિગેડ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી દેવામાં આવી હતી. આ મકાન ધરાશાયી થવાની ઘટના પાછળ આ મકાનની બાજુના જર્જરિત મકાનને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મકાન જર્જરિત હતું અને બાજુના જર્જરિત મકાનની દીવાલ આ ઘર માથે પડતા આ ઘર ધરાશાયી થયું છે.

મકાન ધરાશાયી થતા જ આસપાસના લોકો બચાવકાર્યમાં જોડાયા હતા અને કાટમાળમાં દટાયેલા પરિવારના 4 સભ્યોને બહાર કાઢવા કામે લાગી ગયા હતા. દટાયેલા 4 લોકોમાં રિદ્ધિબેન નામના અકે મહિલાનું કરૂણ મૃત્યુ થયું છે.

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશમાં ટોચના 12 નિકાસકાર જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ

આ પણ વાંચો : AHMEDABAD : સિંગાપોરની એક પ્રાઈવેટ કંપની બનાવશે શહેરનો ડ્રેનેજ ગુગલ મેપ

Follow Us:
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">