AHMEDABAD : સિંગાપોરની એક પ્રાઈવેટ કંપની બનાવશે શહેરનો ડ્રેનેજ ગુગલ મેપ

AHMEDABAD : સિંગાપોરની એક પ્રાઈવેટ કંપની બનાવશે શહેરનો ડ્રેનેજ ગુગલ મેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 7:46 AM

મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ દ્વારા શહેરનાં સુએજ અને સ્ટોર્મ વોટરને લગતી તમામ પ્રકારની કામગીરી માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.

AHMEDABAD : અમદાવાદ શહેરમાં ડ્રેનેજ અને વોટર લાઇન માટે AMCએ માસ્ટર પ્લાન બનાવ્યો છે.. જે અંતર્ગત શહેરના ડ્રેનેજ નેટવર્કનો ગૂગલ મેપ ઇમેજ તૈયાર કરવામાં આવશે.આ માટે સિંગાપોરની એક પ્રાઈવેટ કંપનીને 44 લાખના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.આ કંપની ગૂગલ મેપ બનાવશે.જેની મદદથી ડ્રેનેજ અને પાણીના જોડાણ ક્યાં અને કેટલા લેવલે છે તે જાણી શકાશે. AMCની વોટર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

વોટર સપ્લાય કમિટીની બેઠક બાદ ચેરમેન તીનભાઇ પટેલે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ દ્વારા શહેરનાં સુએજ અને સ્ટોર્મ વોટરને લગતી તમામ પ્રકારની કામગીરી માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે ટોપોગ્રાફિક્લ મેપ , વોટર શેડ અને ડ્રેનેજ પેટર્ન , જમીનનાં લેવલ વગેરે ચોક્કસ માપ – માહિતી મળે તે જરૂરી છે.

આ કામગીરી માટે નિમવામાં આવેલાં કન્સલ્ટન્ટ દ્વારા કેન્દ્ર સરકારનાં નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર ઇસરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેવી માહિતી આપતાં ચેરમેને કહ્યું કે , ઇસરોએ આ પ્રકારની ચોક્કસ સેટેલાઇટ ઇમેજ વિદેશનાં સેટેલાઇટ થકી જ મળી શકશે. તેમ જણાવી પહેલાં તો પાંચ ટકાથી ઓછા કલાઉડ કવર એટલે કે ઓછા વાદળવાળી સેટેલાઇટ ઇમેજ માટે પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ 7225 રૂપિયા લેખે 54.91 લાખનો અંદાજીત ખર્ચ થવાની વિગત મોક્લી હતી.

આ પણ વાંચો : AHMEDABAD : બ્રાંડ ફેક્ટરીએ ગ્રાહક સુરક્ષા કોર્ટના આદેશને પણ નકાર્યો, થશે મોટી કાર્યવાહી?, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : AHMEDABAD : કલેકટરે 24 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા

g clip-path="url(#clip0_868_265)">