રાજકોટનો સાંઢિયા બ્રિજ રાહ જોઈ રહ્યો છે નવા નેતાના કરકમળની ! લોકાર્પણના અભાવે વાહનચાલકો થાય છે હેરાન પરેશાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે લાગેલી આચારસંહિતાને કારણે આ બ્રિજનું લોકાર્પણ કે વિમોચન થઈ શક્યું નહોતું. પરંતુ ચૂંટણી પૂરી થઈ ત્યારે હવે નેતાની રાહ જોવાતી હોય તેમ સમગ્ર રાજકોટમાં ચર્ચાઈ રહ્યું છે.
રાજકોટના એક લાખથી વધુ વાહન ચાલકો, તૈયાર થઈ ચૂકેલા પરંતુ નેતાના કરકમળથી બ્રિજનુ લોકાપર્ણ ના થવાને કારણે હેરાન પરેશાન થઈ રહ્યાં છે. જામનગર રોડ પર કરોડોના ખર્ચે તૈયાર થઈ ચૂકેલ સાંઢિયા બ્રિજ માત્ર નેતાના આગમન માટે રાહ જોઈ રહ્યો છે. રૂપિયા 74 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ બ્રિજ 16.40 મીટર પહોળો અને 602 મીટર લાંબો છે. આ બ્રિજને તૈયાર થઈ ગયાને કેટલોય સમય થઈ ચૂક્યો છે. સાઢિયા પુલનું ખાતમૂહર્ત માર્ચ 2024માં વર્તમાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે લાગેલી આચારસંહિતાને કારણે આ બ્રિજનું લોકાર્પણ કે વિમોચન થઈ શક્યું નહોતું. પરંતુ ચૂંટણી પૂરી થઈ ત્યારે હવે નેતાની રાહ જોવાતી હોય તેમ સમગ્ર રાજકોટમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે, મહાનગરપાલિકાના તત્કાલિન સત્તાધીશોએ પહેલા માર્ચ અને પાછળથી એપ્રિલ એમ બે વખત લોકાર્પણ માટે ઢંઢેરો પીટ્યો હતો. પરંતુ મે મહિનો અડધો પુરો થયો તો પણ 602 મીટર લાંબા સાંઢિયા બ્રિજનું લોકાર્પણ થયું નથી.
બ્રિજના કામને લઈને વાહનચાલકો માટે ભોમેશ્વર રેલવે ફાટકથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. આ ડાવયર્ઝન રોડ પર જ્યારે રેલવે ફાટક બંધ હોય ત્યારે હજારો વાહનો ટ્રાફિકમાં ફસાઇ જાય છે. લોકોએ મનપા સામે રોષ વ્યક્ત કરતાં કહી રહ્યા છે કે, જ્યારે બ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે તો લોકોના સુખ સુવિધા માટે તાત્કાલિક આ બ્રિજનું લોકાર્પણ કરવું જોઇએ નહીં કે રામનપા ( રાજકોટ મહાનગરપાલિકા)ના નવા હોદ્દેદારો સમક્ષ સારા થવાની તંત્રને કોઈ જરૂર નથી.
With Input: Mohit Bhatt, Rajkot