Breaking News : રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડો બની ગયો હતોઃ હર્ષ સંઘવી

| Edited By: | Updated on: Feb 23, 2026 | 7:55 PM

હર્ષ સંઘવીએ કહ્યું કે, અનેક ટપોરી પ્રકારના તત્વોએ જંગલેશ્વરના સરકારી પ્લોટ પર કબજો કર્યો હતો. અને એ કબજે કરેલા પ્લોટ ઉપર આલીશાન મકાન તાણીને લોકોને ભાડે રહેવા આપી દીધા હતા. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારને સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યો છે.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારના ગેરકાયદે બાંધકામ ઉપર સરકારી તંત્રે બુલડોઝર ફેરવી નાખ્યું છે. આ અંગે આજે ગુજરાત વિઘાનસભા સંકુલ ખાતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ, સરકારી જમીન પચાવી પાડનારાઓે કડક ભાષામાં ચેતવણી આપી હતી. સાથોસાથ હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો.

હર્ષ સંઘવીએ કહ્યું કે, અનેક ટપોરી પ્રકારના તત્વોએ જંગલેશ્વરના સરકારી પ્લોટ પર કબજો કર્યો હતો. અને એ કબજે કરેલા પ્લોટ ઉપર આલીશાન મકાન તાણીને લોકોને ભાડે રહેવા આપી દીધા હતા. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારને સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. જંગલેશ્વરમાંથી ટૂંકાગાળામાં ખૂનના 8 આરોપી અને મારામારીના કેસમાં 68, બળાત્કાર-અપહરણ કેસમાં 19 આરોપી ઝડપાયા છે. ગેરકાયદેસર મંડળીના 80થી વધુ આરોપી પકડવામાં આવ્યા છે.

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, જંગલેશ્વર વિસ્તારમાંથી 472 કિલો ગાંજો પકડાયો હતો અને ડ્રગ્સના 8 આરોપી ઝડપાયા છે. ગેરકાયદેસર કબજો કર્યો હશે તો સાફ થશે. આવતીકાલ સાંજ સુધીમાં ફેઝ – 1ની તમામ કામગીરી પૂર્ણ થશે. ફેઝ – 1ની કામગીરી પૂર્ણ થયા બાદ લોકોની સુવિધાઓ માટે સુવિધા કરાશે.

ભ્રષ્ટાચાર કે બેદરકારી : તાપીમાં છેલ્લા 3 વર્ષથી રાહ જોઈ રહી છે રૂપિયા 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી

Follow Us