રાજકોટ: કણકોટ ગામેપાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓ બની રણચંડી, રોડ પર કર્યો ચક્કાજામ- Video

|

Sep 24, 2024 | 5:39 PM

રાજકોટના કણકોટ ગામમાં છેલ્લા ઘણા સમયથી લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આટલો વરસાદ થવા છતા કણકોટ ગામના લોકોને પૂરતુ પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો.

રાજકોટના કણકોટ ગામમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓેએ આકરો વિરોધ નોંધાવ્યો. રોડ પર ચક્કાજામ કરી પ્રાથમિક સુવિધાઓ આપવાની માગ કરી. છેલ્લા ઘણા સમયથી પૂરતુ પાણી ન મળતા આક્રોષિત મહિલાઓ રણચંડી બની હતી. મહિલાઓની રજૂઆત છે કે ભૂગર્ભ ગટર, પાણીની તંગી અને પાકા રોડ રસ્તાનો પણ ગામમાં અભાવ છે. બે મહિનાથી ગામમાં પાણી ન આવતા ગામલોકો સ્વખર્ચે ટેન્કર મગાવવા મજબુર બન્યા છે. અનેકવાર પાણીની તંગી અંગે ગામલોકો રજૂઆત કરી ચુક્યા છે છતા નિરાકરણ ન આવતા ગામલોકો પાણી વિના હેરાનગતિ ભોગવી રહ્યા છે.

ગામલોકોએ કમિશનર કચેરી સુધી રજૂઆત કરી છતા સ્થિતિ ન સુધરતા મહિલાઓએ રાજકોટ- મેટોડા- કાલાવડ હાઈવે પર ટ્રાફિકજામ કરી વિરોધ નોંધાવ્યો. જો કે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લોકોને વિખેર્યા હતા અને રસ્તો ખુલ્લો કર્યો હતો.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video