Rajkot Video : વડાપ્રધાન મોદીના હસ્તે આવતીકાલે KKV ઓવરબ્રિજનું થશે લોકાર્પણ, જાણો શું છે આ ઓવરબ્રિજની વિશેષતા

| Edited By: | Updated on: Jul 26, 2023 | 12:48 PM

27 જુલાઈના રોજ વડાપ્રધાનના હસ્તે KKV ઓવરબ્રિજનું (KKV Overbridge) લોકાર્પણ થશે. 129 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. KKV ઓવરબ્રિજના લોકાર્પણથી રાજકોટવાસીઓને ટ્રાફિકજામથી રાહત મળશે.

Rajkot : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે રાજકોટને PM મોદીના હસ્તે વધુ એક ભેટ મળવાની છે. 27 જુલાઈના રોજ વડાપ્રધાનના હસ્તે KKV ઓવરબ્રિજનું (KKV Overbridge) લોકાર્પણ થશે. 129 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. KKV ઓવરબ્રિજના લોકાર્પણથી રાજકોટવાસીઓને ટ્રાફિકજામથી રાહત મળશે. રાજકોટના સૌથી વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર આ બ્રિજ તૈયાર થયો છે.

આ પણ વાંચો-આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, સૌરાષ્ટ્રને આપશે અનેક ભેટ, ગાંધીનગરમાં સેમિકોન ઇન્ડિયા 2023 કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન

શું છે બ્રિજની વિશેષતા ?

બ્રિજની વિશેષતાની વાત કરીએ તો KKV ચોક પર મલ્ટીલેવલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. વર્તમાન બ્રિજ ઉપર નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજની કુલ ઉંચાઈ 15 મીટર છે. જમીનથી બ્રિજનો સેન્ટ્રલ સ્પાન 50 ફૂટ ઉંચો છે. સેન્ટર સ્પાનમાં 45 મીટરનો સ્ટીલ ગર્ડર છે. બ્રિજની બંને બાજુ સર્વિસ રોડની સુવિધા છે. બ્રિજની નીચે 7500 ચોરસમીટરનું પાર્કિંગ પણ છે. ફૂટપાથની વ્યવસ્થા સાથે સ્ટ્રોમ વૉટર લાઈનની વ્યવસ્થા પણ કરાઈ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો