Rajkot: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવીયા (Mansukh Mandviya)એઇમ્સ (AIIMS)રાજકોટના પરાપીપળીયા ખંઢેરી ખાતેના કેમ્પસની મુલાકાતે આવ્યા હતા. જ્યાં કેન્દ્રીય મંત્રીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્રીજી લહેર ડાઉન થઈ ગઈ છે પરંતુ થર્ડવેવમાં દવાની ખપત 4 ગણી વધી છે. જેથી દવાઓ સાથે હોસ્પિટલ અને ડોક્ટરો પાસે વેક્સિન સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હજુ બે વેક્સિન આવવાની પણ શક્યતા હોવાનું મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારના બે કેબીનેટ મંત્રી અને ગુજરાતમાંથી રાજય સભાના સાંસદ મનસુખભાઇ માંડવીયા તથા પુરૂષોતમભાઇ રૂપાલા બે દિવસ ગુજરાતની મુલાકાત પર છે. રાજકોટ આવેલા આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, દેશના 96% નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.છતાંય જે રીતે સેકન્ડ વેવમાં દવાની ખપત 3 ગણી વધી હતી એ જ રીતે થર્ડવેવમાં દવાની ખપત 4 ગણી વધી છે.
જેથી બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરમાં લોકોને હોસ્પિટલમાં સારવાર નહિવત લેવી પડી છે. વધુમાં જણાવ્યું હતું કે,સેકન્ડ વેવના સીરો સર્વેમાં દેશમાં 67 ટકા લોકોને એન્ટિબોડી થઇ ચૂકી હતી.
આ પણ વાંચો : વડોદરામાં ચાલતી શહેરી બસ સેવાની વ્યવસ્થામાં અગડમ-બગડમ, શું સીટી બસ સેવા કરી રહી છે ખોટ ?
આ પણ વાંચો : EPFO: દેશના લાખો કર્મચારીઓનું માસિક પેન્શન વધી શકે છે, સરકાર ટૂંક સમયમાં પ્રોવિડન્ટ ફંડના નવા નિયમ પર લેશે નિર્ણય