વડોદરામાં ચાલતી શહેરી બસ સેવાની વ્યવસ્થામાં અગડમ-બગડમ, શું સીટી બસ સેવા કરી રહી છે ખોટ ?

વડોદરામાં મોટાભાગની સરકારી ,સેવાઓ ,વ્યવસ્થાઓ ,કચેરીઓ નિયમોને નેવે મૂકીને મન માની રીતે જ ચલાવવામાં આવતી હોય છે. આવી જ રીતે શહેરી બસ સેવા પણ વાસ્તવમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટના જે નિયમો અને ધારાધોરણો છે તેનાથી વિપરીત ચાલે છે.

વડોદરામાં ચાલતી શહેરી બસ સેવાની વ્યવસ્થામાં અગડમ-બગડમ, શું સીટી બસ સેવા કરી રહી છે ખોટ ?
Lolampol in the city bus service system running in Vadodara (ફાઇલ)
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Feb 13, 2022 | 4:01 PM

વડોદરાવાસીઓને (Vadodara) આધુનિક અને કિફાયત દરે ટ્રાન્સપોર્ટેશન (Transportation)સુવિધા મળી રહે તેવા આશય સાથે શહેરી બસ સુવિધા કોર્પોરેશન (City Bus Service) દ્વારા શરૂ કરવામાં આવી હતી, વડોદરા વાસીઓને સુવિધા સાથે કોર્પોરેશનને મોટી આવક થશે તેવી આશા હતી. પરંતુ દર મહિને મોટી ખોટ થતી હોવાનો આક્ષેપ વિપક્ષ નેતાએ કર્યો છે. તો બીજી તરફ શહેરી બસ સેવા સાથે સંકળાયેલ કંપની કહી રહી છે કે નાણાકીય અનુદાન અને અન્ય બાબતો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે સંકળાયેલી છે, આવક, નફો કે નુકસાનના મુદ્દે કોર્પોરેશનને કાઈ લાગતું વળગતું નથી. જોકે 1992થી અત્યાર સુધીની જે વ્યવસ્થાઓ જોઈ તેમાં કોર્પોરેશનને આવક થવાને બદલે છેલ્લા 4 વર્ષ દરમ્યાન 57 કરોડની ખોટ થઇ ચુકી છે .

રાજ્ય એસટીનિગમની શહેરી બસ સેવા બંધ કરી ખાનગી કંપનીને કોન્ટ્રકટ અપાયો. ખાનગી કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો તેની પાસેથી રકમ વસુલવાને બદલે કોર્પોરેશન દ્વાર રકમ ચુકવવામાં આવે છે.

સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત આવતી સહાય અને સ્વર્ણિમ ગુજરાત મુખ્ય મંત્રી શહેરી બસ સેવા અંતર્ગત ફાળવવામાં આવેલ બસોનો સીધો ફાયદો કોન્ટ્રેક્ટ કંપની મફતમાં ઉઠાવી રહી છે ?

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

વડોદરા શહેરમાં અગાઉ જે શહેરી બસ સેવા ચાલતી હતી. તે રાજ્ય એસટી નિગમ દ્વારા ચલાવવામાં આવતી હતી. જે 1992માં બંધ કરવામાં આવી અને ત્યાર બાદ વડોદરા મહાનગર સેવાસદન દ્વારા વિટકોસ નામ આપી શહેરી બસ સેવા શરુ કરવામાં આવી. જેના થકી વર્ષે 15 થી 20 કરોડની આવક થતી હતી. પરંતુ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અને સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત મુખ્ય મંત્રી શહેરી બસ સેવા માટે ફાળવવામાં આવેલી બસો અને તે માટે ઉભી કરાયેલ ટ્રાન્સપોર્ટશનની વ્યવસ્થા ,ખાનગી કોન્ટ્રકટ કંપની અને કોર્પોરેશન સાથે થયેલ ટેન્ડર પ્રક્રિયા અને તેની આંટી ઘૂંટીને લીધે કોર્પોરેશનને આવક થવાને બદલે ખોટ થઇ રહી છે .

અગાઉ શું વ્યવસ્થા હતી અને હવે શું ?

અગાઉ દર મહીને કોર્પોરેશનને 15 થી 17 લાખ રૂપિયા ની આવક થતી હતી. હવે કિલોમીટર દીઠ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રકટર કંપનીને રૂપિયા 15થી 17 ચુકવવામાં આવે છે . છેલ્લા 4 વર્ષ દરમ્યાન કોર્પોરેશન દ્વારા કોન્ટ્રકટ કંપનીને 57 કરોડ ચૂકવી દેવાયા.

કોઈ પણ ધંધો નફો કમાવવા માટે કરવામાં આવતો હોય છે. પરંતુ વડોદરામાં ચાલતી શહેરી બસ સેવાથી કોર્પોરેશનની તિજોરીને મસમોટું નુકસાન થઇ રહ્યું છે. કોર્પોરેશન દ્વારા સામાન્ય જનતાને સુવિધા સાથે યોગ્ય આવક પણ મળી રહે તેવા આશય સાથે શરુ કરાયેલ શહેરી બસ સેવામાં અગાઉ કોર્પોરેશનને દર વર્ષે રૂપિયા 15 થી 17 લાખની આવક થતી હતી. પરંતુ બાદમાં પૂર્વ શાસકો અને કોન્ટ્રકટરોની મિલીભગતથી ટેન્ડરની શરતો જ બદલી દેવાઈ અને હવે કોન્ટ્રાક્ટર કંપનીને કિલોમીટર દીઠ રકમ ચુકવવામાં આવે છે ,આમ દર મહીને 1 કરોડ ઉપરાંતની રકમ કોન્ટ્રાક્ટર કંપનીને ચુકવવામાં આવે છે, છેલ્લા 4 વર્ષ દરમ્યાન કોન્ટ્રાક્ટર કંપનીને 57 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવી દેવામાં આવી હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.

આ તરફ કોન્ટ્રકટ કંપનીના સંચાલકો જુદાજ આંકડા આપે છે, કોન્ટ્રકટ કંપનીના સંચાલકો કહી રહ્યા છે કે 140 જેટલી બસો ચાલે છે, દૈનિક 2700 ટ્રીપમાં 90 હજાર મુસાફરો સેવાનો લાભ લે છે. જેમાં વેપારી પાસ ,સીનીયર સીટીઝન પાસ તથા અન્ય પાસ તથા વિધાર્થીઓને કન્સેશન આપવામાં આવે છે. તેને કારણે દરરોજ અંદાજે દોઢ લાખ જેટલી આવક થાય છે. તમામ ખર્ચ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ઉઠાવવામાં આવે છે તો કોર્પોરેશનને નુકસાન ક્યાંથી થાય ?

કોન્ટ્રકટર કંપની દ્વારા આપવા માં આવેલા આંકડા

સ્માર્ટ સીટી અંતર્ગત 160 બસો કુલ

140 બસો રૂટ પર ફરે છે

દૈનિક 2700 ટ્રીપ

90 હજાર મુસાફરો દરરોજ મુસાફરી કરે

દૈનિક 1.50 લાખ

માસિક આવક,45 લાખ જેટલી આવક

ટેન્ડરની શરતો મુજબ

160 બસો ચલાવવાની તેની જગ્યાએ ચાલી રહી છે 110 બસો,

10 મીનીટે બસ આવવી જોઈએ તેની જગ્યાએ અર્ધો કલાકે બસ આવે,

અર્ધો કલાકે જ્યાં બસ આવવી જોઈએ તેની જગ્યાએ દોઢ કલાકે બસ આવે,

ટેન્ડરની શરતો મુજબ બસોની ફિકવન્સી પણ નહિ મળતી હોવાથી લોકોને સમયસર બસ નથી મળતી. તો કેટલાક રૂટો પર ખાલી બસો ફરતી હોય છે .આ આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.

વડોદરામાં મોટાભાગની સરકારી ,સેવાઓ ,વ્યવસ્થાઓ ,કચેરીઓ નિયમોને નેવે મૂકીને મન માની રીતે જ ચલાવવામાં આવતી હોય છે. આવી જ રીતે શહેરી બસ સેવા પણ વાસ્તવમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટના જે નિયમો અને ધારાધોરણો છે તેનાથી વિપરીત ચાલે છે. તો સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રી શહેરી બસ સેવા માટે સરકારે કોર્પોરેશનને 25 બસો ફાળવી છે. આ બસો ખાનગી કોન્ટ્રકટ કંપનીને સોંપી દેવાઈ છે. આ બસોનું સંચાલન કોર્પોરેશન દ્વારા કરવાનું હતું. પરંતુ અહીં પણ નિયમ તુટ્યો છે. કેન્દ્ર સરકારના સ્માર્ટ સીટી પ્રોજેક્ટ મિશન અને રાજ્ય સરકારના સ્વર્ણિમ ગુજરાતની યોજનાઓનો હવાલો સંભાળતા અધિકારીઓ દ્વારા આ વિચિત્ર પ્રકાર શહેરી બસ સેવા અને તેની આર્થિક લેવડ દેવડ અંગે ઊંડાણ પૂર્વકની તપાસ બાદ યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે કે જેથી કોર્પોરેશનને જે કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે તે બંધ થાય અને યોગ્ય આવક થાય.

પ્રોફિટ રૂટ- સીમા તળાવ,સમા, ભાયલી, તરસાલી, બાજવા

નોન પ્રોફાટેબલ રૂટ- ટીપી13, છાણી, ગોકુળ નગર,ગોત્રી, જકરામ નગર, જામ્બુઆ, હરણી, એરપોર્ટ

આ પણ વાંચો : સૌથી મોટી બેન્ક છેતરપિંડીઃ શક્તિસિંહ ગોહિલે કહ્યું વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે

આ પણ વાંચો : ભારતના સ્વિટ્ઝર્લેન્ડમાં છે વિશ્વનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન, તેને જોયા વિના મણિપુરની સફર અધૂરી છે

g clip-path="url(#clip0_868_265)">