ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અનેક મસુમોના જીવ ગયા છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. સરકાર દ્વારા આ ઘટનામાં ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં સૂચના આપવામાં આવી હતી. જેનો રિપોર્ટને લઈ મહત્વની માહિતી સામે આવી છે. રિપોર્ટ ને લઈને Tv9 પાસે મહત્વના સમાચાર છે. સૂત્રી દ્વારા મળતી માહિતી મુજબ ડિપાર્ટમેન્ટલ તપાસમાં 5 થી 6 અધિકારીઓને જવાબદાર ગણાવાયા છે.
મહત્વનું છે કે વર્ષ 2021માં ખોટી રીતે પરવાનગી અપાઈ હોવાનો ખુલાશો થયો હતો. તે સમયે પરવાનગી આપનાર અધિકારીઓને રિપોર્ટમાં જવાબદાર ગણાવ્યા છે જેમાં 5 થી 6 જેટલા અધિકારીઓ સામેલ હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે.
પોલીસ, કોર્પોરેશન તથા ફાયરના અધિકારીઓ સામે એક્શન લેવાઈ શકે છે તેવું પણ જણાવવામાં આવ્યું છે. આ કાંડમાં 2021 થી 2024 સુધી પરવાનગી રીન્યુ કરવામાં જે અધિકારીઓનો રોલ હતો એમની પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરી જવાબદાર ગણવામાં આવ્યા છે. જોકે આ તમામ આરોપીઓને ગુરુવારે કાલે કોર્ટમાં રજૂ કરાશે
Published On - 4:08 pm, Wed, 3 July 24