રાજકોટ: જેતપુરના કેરાળી ગામે ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાઈ જતા નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

રાજકોટ: જેતપુરના કેરાળી ગામે ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાઈ જતા નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2024 | 11:09 PM

તંત્રના પાપે ખેડૂતને ફરી એકવાર લાખોનુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોના રસ્તાની હાલત એટલી હદે બિસ્માર છે કે તેના પરથી પસાર થવામાં પણ જીવનું જોખમ રહેલુ છે. અવારનવાર અહીં અકસ્માત સર્જાય છે. જેતપુરના કેરાળી ગામે પણ કંઈક આવા જ દૃશ્યો જોવા મળ્યા

સરકાર ગામ્ય વિસ્તારોમાં વિકાસના મોટા દાવા કરતી હોય છે. પરંતુ આ દાવા પોકળ સાબિત કરતા દ્રશ્યો રાજકોટના જેતપુરમાંથી સામે આવ્યા છે. જ્યાં કેરાળી ગામે છાપરવાડી નદી પરનો પુલની હાલત છેલ્લા ઘણા વર્ષોથી દયનિય છે. ત્યારે બેઠા પુલ પર ટ્રેક્ટર પસાર થતા સમયે અચાનક ભુવો પડ્યો અને ટ્રેક્ટર ખાડામાં પડી ગયું હતું. જો કે સદનસિબે જાનહાનિ ટળી હતી પરંતુ ટ્રેક્ટરમાં ભરેલા ઘઉં નદીમાં ઢોળાઈ ગયા જેને કારણે ખેડૂતને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

દર વર્ષે પૂલમાં ગાબડા પડે છે છતા તંત્ર નીંદ્રાધીન

આ પૂલ પર અકસ્માતની આ કોઈ પહેલી ઘટના નથી. ગ્રામજનોનું કહેવું છે કે, ત્રણ ગામને જોડતા આ પુલમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ગાબડાં પડી જાય છે. જે અંગે તંત્રને દર વર્ષે રજૂઆત કરવા છતાં કોઈ કંઈ ધ્યાન નથી આપતું. એટલું જ નહીં ખેડૂતો અને ગ્રામજનોએ ફાળો ભેગો કરી દરવર્ષે સ્વખર્ચે પુલને રીપેર કરાવવો પડે છે. ત્યારે ગ્રામજનો નવો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે.

જ્યારે કેરાળી ગામના પુલ બાબતે સંબંધિત અધિકારીઓને પૂછતાં અધિકારીઓ એક બીજાને ખો આપીને પોતાની જવાબદારી માંથી હાથ ઊંચા કરી રહ્યા છે. આ પુલ પરથી દરરોજ ઘણા ખેડૂતો અને ગ્રામજનો પસાર થાય છે, ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે.

આ પણ વાંચો: ‘રાજાબાબુ’ની રાજકારણમાં રિએન્ટ્રી, શિંદેજૂથની શિવસેનામાં સામેલ થયા ગોવિંદા, આ બેઠકથી લડી શકે ચૂંટણી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">