Rajkot: જામકંડોરણાની સાજડિયાળી પ્રાથમિક શાળાનો વીડિયો વાયરલ, આચાર્ય આભડછેટ રાખતા હોવાના થયા આક્ષેપ

|

Aug 13, 2022 | 1:31 PM

Rajkot: જામકંડોરણાની સાજડિયાળી પ્રાથમિક શાળાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં આચાર્ય અનુસૂચિત જાતિના બાળકો સાથે ભેદભાવ રાખતા હોવાના અને તેમને વર્ગખંડમાં અલગ બેસાડતા હોવાના આક્ષેપ થયા છે.

રાજકોટના જામકંડોરણા (Jam Kandorana)ની સાજડિયાળી પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે, આ શાળાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શાળાના આચાર્ય આભડછેડ રાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શાળાના આચાર્ય (Principal) પર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો આરોપ લાગ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓ સાથે આભડછેડ રખાતી હોવાનો આરોપ લાગ્યો છે. આચાર્ય પોતે જ આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં વાલી અને આચાર્ય વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ રહી હોવાનું સામે આવ્યુ છે. જેમાં વાલી તેમના બાળક સાથે ભેદભાવ કરવા અંગે પ્રશ્ન કરી રહ્યા છે તો બીજી તરફ આચાર્ય દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે ”હા અમે આભડછેડ રાખીએ છીએ, તારે ફરિયાદ કરવી હોય તો કરી દે. ”

શાળામાં આભડછેટનો વીડિયો વાયરલ

આ જ મુદ્દે અનુસૂચિત જાતિના આગેવાન અને રાજકોટ ડેરીના પૂર્વ પ્રમુખ ગોવિંદ રાણપરિયાનો એક ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં ગોવિંદ રાણપરિયા મામલો પતાવવાની વાત કરી રહ્યા છે. જો કે આ વાયરલ વીડિયોની Tv9 ગુજરાતી પુષ્ટિ નથી કરતુ. કોઈ જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાનું સામે આવ્યુ છે. જેમાં શાળાના આચાર્ય અમુક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખતા હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં અનુસૂચિત જાતિના બાળકો સાથે ભેદભાવ રાખવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેમા વર્ગખંડમાં બાળકને અલગ બેસાડતા હોવાના પણ આરોપ લાગ્યા છે.

Published On - 9:27 pm, Tue, 9 August 22

Next Video