Rajkot: જામકંડોરણાના આ ગામના ખેડુતોને ભારે વરસાદથી પારાવાર મુશ્કેલી, ઉચ્ચારી આંદોલનની ચીમકી
આ તકલીફ ખેડૂતો પાછલા 20 વર્ષથી ભોગવી રહ્યાં છે. તેમજ તંત્રને ઉંચો કોઝ-વે બનાવવા વારંવાર રજૂઆત કરતા આવ્યાં છે. પરંતુ અધિકારીઓ ખેડૂતોની (Farmer) કોઈ તકલીફ સાંભળતા નથી. અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.
રાજકોટના (Rajkot Latest News) જામકંડોરણાના સોડવદર ગામના 100 ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ખેડૂતોનો ખેતરમાં જવાનો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી ખેડૂતો પાકની દેખરેખ રાખી શકતા નથી. તેમજ ઢોરની પણ કાળજી લઈ જતા નથી. ચોમાસાના ચાર મહિના નદી-નાળામાં પાણી આવતા ખેડૂતોને 10 કિલોમીટર ફરીને સામે કાંઠે જવું પડે છે. આ તકલીફ ખેડૂતો પાછલા 20 વર્ષથી ભોગવી રહ્યાં છે. તેમજ તંત્રને ઉંચો કોઝ-વે બનાવવા વારંવાર રજૂઆત કરતા આવ્યાં છે. પરંતુ અધિકારીઓ ખેડૂતોની કોઈ તકલીફ સાંભળતા નથી. અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જીવના જોખમે પાણીમાંથી પસાર થવાની સમસ્યાનો અંત ન આવે તો ગામના 100થી વધુ ખેડૂત પરિવારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ચોમાસું પુર બહારમાં ખીલ્યુ છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ જામકંડોરણામાં ભારે વરસાદ થયો છે. જેના પગલે નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે સામાન્ય લોકોને ભારે હાલાકિ થઈ રહી છે.
જામખાટલી ગામે પણ ધોધમાર વરસાદ
રાજકોટના જામકંડોરણા તાલુકાના જામખાટલી ગામે ગઈકાલે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને એક કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકી જતા ગામ ગણતરીના સમયમાં બેટમાં ફેરવાઈ ગયું હતું. ગામની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી. તો જામ ખાટલીથી જામકંડોરણા તરફ જવાના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને આ ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા.