ભર ઉનાળે રાજકોટના 8 વોર્ડમાં નહીં મળે પાણી, ફરી ટેકનિકલ કારણોસર પાણી કાપ મુકવામાં આવ્યો

|

Apr 26, 2022 | 6:40 PM

રાજકોટ મહાનગર પાલિકાની (RMC) યાદીમાં જણાવ્યા મુજબ નર્મદા યોજના આધારિત ન્યારા ઓફ ટેન્ક પરનો રો વોટર સમ્પ સાફ કરવાનો  છે. જેને લઈને પાણી કાપ (Water Cut)રાખવામાં આવ્યો છે.

ભર ઉનાળામાં રાજકોટવાસીઓને (Rajkot) પાણી માટે વલખાં મારવા પડી શકે છે. આવતીકાલથી ત્રણ દિવસ માટે શહેરીજનોને તરસ્યા રહેવું પડી શકે છે. કારણ કે આવતીકાલે રાજકોટના 8 વોર્ડમાં પાણી કાપ (Water Cut) રહેશે. પાણી કાપને લઈ 8 વોર્ડની 80થી વધુ સોસાયટીઓમાં પાણી નહીં મળે. રાજકોટ કોર્પોરેશન (Rajkot Corporation) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

વોટર સમ્પ સાફ કરવાની કામગીરી

રાજકોટ મહાનગર પાલિકાની યાદીમાં જણાવ્યા મુજબ નર્મદા યોજના આધારિત ન્યારા ઓફ ટેન્ક પરનો રો વોટર સમ્પ સાફ કરવાનો છે. જેને લઈને પાણીકાપ રાખવામાં આવ્યો છે. રાજકોટના 8 વોર્ડમાં આ કામગીરીને કારણે અસર વર્તાશે અને અહીં પાણી વિતરણ કરવામાં આવશે નહીં. જો કે આ કામગીરી પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં પાણીનો પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે.

રાજકોટવાસીઓને આવતીકાલ એટલે 27 એપ્રિલથી 29 એપ્રિલ સુધી પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. 27 એપ્રિલે વોર્ડ નં – 2 અને 3માં પાણી કાપ રહેશે, તો 28 એપ્રિલે 1,2,3,8,9,10, 11 અને 13 સહિત આઠ વોર્ડમાં પાણીકાપ રહેશે. 29 તારીખે વોર્ડ નંબર 2, 8, 11,12,13માં પાણી નહીં મળે. રાજકોટમાં પહેલેથી લોકોને પાણીની સમસ્યા રહે છે. તેમાં પણ વાંરવાર પાણીકાપના પગલે લોકોને વધુ હાલાકી સહન કરવી પડે છે. ત્યારે ફરીએક વાર ટેકનિકલ કારણોસર રાજકોટની જનતાને પાણી વિતરણ કરવામાં નહીં આવે.

આ પણ વાંચોઃ ગુજરાતની આ સહકારી બેંક સહીત ત્રણ બેંકોને RBI એ લાખોનો દંડ ફટકાર્યો, શું ગ્રાહક તરીકે તમારા ઉપર પડશે કોઈ અસર?

આ પણ વાંચોઃ Jamnagar: આયુર્વેદિક દવાઓ અને પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોત, તો દેશમાં કોરોનાને નિયંત્રિત કરવું મુશ્કેલ સાબિત થાત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 6:14 pm, Tue, 26 April 22

Next Video