દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ, જુઓ વીડિયો
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ, રાજ્યના પોલીસ મહાનિર્દેશકે આપેલા એલર્ટના આદેશ બાદ, રાજકોટમાં ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ચેકીંગની કામગીરીમાં જોડાયા છે. મોડી રાત સુધી ઉચ્ચ અધિકારીઓને ફિલ્ડમાં રહેવા આદેશ આપવામાં આવ્યા છે. શંકાસ્પદ વાહનો, વ્યક્તિઓની તપાસ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
દિલ્હીમાં થયેલ બ્લાસ્ટ બાદ રાજકોટમાં પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. બ્લાસ્ટને પગલે રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ચેકિંગ અને કોમ્બિંગ ના આદેશ આપવામાં આવ્યા છે.
ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ચેકીંગની કામગીરીમાં જોડાયા છે. મોડી રાત સુધી ઉચ્ચ અધિકારીઓને ફિલ્ડમાં રહેવા આદેશ આપવામાં આવ્યા છે. શંકાસ્પદ વાહનો, વ્યક્તિઓની તપાસ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
હાલમાં રાજકોટ પોલીસ કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને શહેરમાં પ્રવેશવાના અને બહાર નિકળવાના માર્ગ પર નાકાબંધી કરીને વાહન ચેક કરવા સહિતની બાબતો અંગે સૂચના અપાઈ છે.
