AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલી : પાલીતાણા- શેત્રુંજી ડિવિઝન સિંહો માટે કેમ છે જોખમી ? જાણો શું છે કારણ ?

પાલીતાણા શેત્રુંજી ડિવીઝન તાજેતરમાં 3 વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા મંજુર કરી ડીસીએફ અને એસીએફની માત્ર નિમણુંક કરી ડિવીઝન શરૂ કરી દેવાયું છે. પરંતુ આ ડિવીઝનની હાલત અતિ માઠી છે.

અમરેલી : પાલીતાણા- શેત્રુંજી ડિવિઝન સિંહો માટે કેમ છે જોખમી ? જાણો શું છે કારણ ?
Amreli: Palitana-Shetrunji division is dangerous for lions Know what is the reason
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 12:01 PM
Share

ગુજરાતની શાન સિંહોની (LION) સંખ્યા સૌથી વધુ અમરેલી જિલ્લામાં નોંધાઇ છે. પરંતુ અહીં 3 વર્ષથી મંજુર થયેલું પાલીતાણા શેત્રુંજી ડિવીઝન (Palitana Shetrunji Division)માત્ર કાગળ પર જ રહી ગયું છે. અતિ સેન્સેટિવ રેલવે ટ્રેક વાળા (Railway track) વિસ્તારમાં 6 માસથી એફએફઓ (RFO)સહિત સ્ટાફ નથી. સિંહો સતત રેલવે ટ્રેક ઉપર આંટાફેરા કરી રહ્યા છે. સ્ટાફ અને અધિકારીઓની નિમણુંક નહીં થતા એશિયાટિક સિંહો ઉપર સૌથી મોટો ખતરો તોડાયો છે.

ગુજરાતનું ગૌરવ ઘરેણું એટલે સિંહો છે. ગુજરાતની શાન સમા ઓળખ સિંહોની સુરક્ષાને લઇ સવાલો ફરી ઉઠ્યા છે. અહીં છેલ્લી પૂનમ ગણતરી વખતે અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહોની સંખ્યા કાગળ ઉપર નોંધાઇ છે. જેમાં અતિ સેન્સેટિવ અને સિંહોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે તેવા રાજુલા, લીલીયા બંને રેન્જમાં 90 ઉપરાંત સિંહો વસવાટ કરી રહ્યા છે. અને, આ પાલીતાણા શેત્રુંજી ડિવીઝન તાજેતરમાં 3 વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા મંજુર કરી ડીસીએફ અને એસીએફની માત્ર નિમણુંક કરી ડિવીઝન શરૂ કરી દેવાયું છે. પરંતુ આ ડિવીઝનની હાલત અતિ માઠી છે.

આ ઉપરાંત હવે આની અસર સીધી સિંહો અને વન્યપ્રાણી ઉપર સીધી પડી રહી છે. 3 દિવસ પહેલા લીલીયા દામનગર રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે સિંહ આવતા તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. પરંતુ તે લીલીયા રેન્જમાં 6 માસથી મુખ્ય જવાબદાર આર.એફ.ઓ.ઓફિસર નથી. અને આજ રીતે અતિ સેન્સેટિવ રાજુલા પીપાવાવ કોસ્ટલની રેન્જના આર.એફ.ઓ.ની જગ્યા ખાલી છે. જેથી રીતસર વન્યપ્રાણી ઉપર જોખમ ઉભું થયું છે. સિંહો વાંરવાર લીલીયા રાજુલા સહિત વિસ્તારમાં રેલવે ટ્રેક ઉપર અને નજીક આવી જાય છે અકસ્માતનો સતત ખતરો અહીં મંડરાય રહ્યો છે. અને સિંહોની સુરક્ષાને લઇ સવાલો ઉઠી રહ્યાં છે.

વાંરવાર સોશિયલ મીડિયા ઉપર રેલવે ટ્રેકના વિડીયો પણ સામે આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં સિંહો દ્વારા પશુના મારણ કરતા હોય છે. ત્યારે તે મારણની સહાય પણ કેટલાય લોકોને હજુ મળી નથી અને બાકી છે જયારે સમગ્ર પાલીતાણા શેત્રંજી ડિવીઝન વહીવટ સંપૂર્ણ ખાડે ગયો છે. અહીં આરએફઓ ફોરેસ્ટ ગાર્ડ સહીત મોટાભાગની જગ્યા ખાલી છે. આજે પાલીતાણા શેત્રુંજી ડિવીઝનના ડીસીએફ નિશા રાઝ સમગ્ર રેલવે ટ્રેક વિસ્તારમાં વિજિત કરી સિંહોને લઇ તકેદારી રાખવા માટે સ્થાનિક વનકર્મીઓને સૂચના આપી અને ડિવીઝન પાસે બેલન્સ ન હોવાને કારણે અને સ્ટાફ ન હોવાને કારણે સમસ્યા ઉભી થાય છે. જોકે આ ખુદ ડીસીએફ ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરી રહ્યાં છે. પરંતુ ઉચ્ચ કક્ષાએ બેસેલા અધિકારીઓ આ મુદ્દે કોઈ હકારાત્મક અભિગમ દાખવતા ન હોવાને કારણે મોટી સમસ્યા સર્જાય છે.

અધિકારી કર્મચારીની જગ્યા ખાલી હોવાને કારણે અધિકારી કર્મચારીઓ પણ પરેશાન થયા છે. પરંતુ આ સામાન્ય ઓફિસરો અને ફિલ્ડમાં કામ કરતા અધિકારીઓનું કોણ સાંભળે તેવી સ્થિતિ સર્જાય છે. જયારે રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક ઉપર ટ્રેકરો પણ સતત મોનીટરીંગ કરી પેટ્રોલિંગ રાખી રહ્યાં છે. આ ઉપરાંત રેલવે વિભાગને પણ સૂચના આપી છે આ વિસ્તારમાં ટ્રેઈનની સ્પીડ ઘટાડવી જેથી અકસ્માતની ઘટના ન બને. જયારે આ માટે વનવિભાગ પણ હાલ એલર્ટ બન્યું છે. અને રેલવે ટ્રેક આસપાસ સતત નજર રાખી રહ્યાં છે. કેમ કે અહીં રાજુલા પીપાવાવ વિસ્તારમાં ભૂતકાળમાં 8 કરતા વધુ સિંહો અહીં ટ્રેન હડફેટે મૃત્યુ પામી ચુક્યા છે. ત્યારે લીલીયા દામનગર રેલવે ટ્રેક પર સિંહના અકસ્માત બાદ ફરી વનવિભાગ એલર્ટ જોવા મળી રહ્યું છે.

સમગ્ર મામલે અમરેલી જિલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ કહ્યું આ પાલીતાણાના ડિવીઝન ભાવનગર જિલ્લામાં 150 કિમિ છે તે ખુબ દૂર થાય છે. 2 વર્ષ થયા સિંહો દ્વારા મારણ કરતા હોય છે તેની સહાય પણ આ વિસ્તારમાં બાકી છે. અને મેં તો વનમંત્રી કિરીટસિંહ રાણાને પણ રજુઆત કરી છે. સિંહોને સાચવવા હોય તો અહીં આરએફઓ ફોરેસ્ટરોની જગ્યા ભરવાની જરૂર છે અહીં રેલવે ટ્રેક ખુબ મોટો છે અહીં વારંવાર સિંહો આવી જાય છે.

હાલ તો સ્ટાફના અભાવે વનવિભાગના સ્થાનિકથી લઇ ઉચ્ચ અધિકારીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત સિંહ પ્રેમીઓ પણ કહે છે સિંહોની સુરક્ષા વધારવા માટે સ્ટાફ અને અધિકારીઓની નિમણુંક નહીં થાય તો સિંહો ઉપર મોટું સંકટ છે. ત્યારે હવે સવાલ એ છે રાજ્યની સરકાર આ એશિયાટિક સિંહો માટે કોઈ ખાસ પગલાં ભરે છે કે કેમ તે તો આવનારો સમયજ બતાવશે.

આ પણ વાંચો : Ahmedabad: જીસીએસ હોસ્પિટલના ડોક્ટરોએ હૃદયની મહાધમનીમાં એન્યુરિઝમના ખાસ ઓપરેશન દ્વારા બચાવ્યો જીવ

આ પણ વાંચો : Bajra Production In India : ભારતને બાજરા કેન્દ્ર બનાવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કિસાન ઉત્પાદન સંગઠન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">