Gujarati video : રાજકોટમાં ઇ-મેમો નહીં ભરનારનું વાહન થશે ડિટેઇન, ઇ-મેમો ધરાવનાર 1400 વાહનચાલકોનું લિસ્ટ તૈયાર
રાજકોટમાં વાહનોના ચાર કે તેથી વધુ ઇ મેમો (E Memo) બાકી હશે તેવા વાહનોને ડિટેઇન કરાશે. ઇ મેમો નહીં ભરનાર લોકો સામે કાર્યવાહી માટે ટ્રાફિક પોલીસે તૈયારી કરી લીધી છે.
હવે રાજકોટમાં (Rajkot)ઇ મેમો નહીં ભરનાર લોકોના વાહનને ડિટેઇન કરવામાં આવશે. જે વાહનોના ચાર કે તેથી વધુ ઇ મેમો (E Memo) બાકી હશે તેવા વાહનોને ડિટેઇન કરાશે. ઇ મેમો નહીં ભરનાર લોકો સામે કાર્યવાહી માટે ટ્રાફિક પોલીસે તૈયારી કરી લીધી છે. ટ્રાફિક પોલીસે શહેરમાં ઇ મેમો નહીં ભરનાર 1400થી વધુ વાહનચાલકોની લિસ્ટ તૈયાર કર્યું છે. દંડની રકમ નહીં ભરે તેના વાહનો સ્પેશ્યલ ડ્રાઇવ કરી ડિટેઇન કરાશે. કોર્ટે 4થી વધુ બાકી મેમો ધરાવનાર લોકોના વાન ડિટેઇન કરવા માટે મંજૂરી આપી છે.
આ પણ વાંચો-Gujarat માં સિંહ બાદ હવે દીપડાની સંખ્યામાં પણ વધારો, 6 વર્ષમાં વસ્તી 50 ટકા વધવાનો અંદાજ
મહત્વનું છે કે બીજી તરફ હવે સમગ્ર ગુજરાત માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. જો ઈ મેમોના દંડની રકમ 90 દિવસ સુધી નહીં ચૂકવાય તો આપોઆપ ટ્રાફિક કોર્ટમાંથી મેમો મોકલવામાં આવશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને RTOના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સફળ સંકલન કરવામાં આવ્યું છે. જેમાં વાહન માલિકના મોબાઈલ નંબર પર SMS દ્વારા નોટિસ આપવામાં આવશે. સમગ્ર રાજ્યના ટ્રાફિક ચલણ માટે અમદાવાદની મેટ્રોપોલિટીન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી શરૂઆત કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
