Breaking News : શાળાઓ ખુલતાની સાથે જ સ્કૂલ વાહનોના ભાડા વધશે, વાલીઓનું બજેટ ખોરવાશે

Breaking News : શાળાઓ ખુલતાની સાથે જ સ્કૂલ વાહનોના ભાડા વધશે, વાલીઓનું બજેટ ખોરવાશે

| Edited By: | Updated on: May 29, 2026 | 6:43 PM

રાજકોટમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાં જ વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના આ સમયમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ સતત વધતા હવે સ્કૂલ વાહન એસોસિએશને પણ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

રાજકોટ શહેરમાં નવી શૈક્ષણિક સત્રની શરૂઆત થાય તે પહેલાં જ વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. માર્કેટમાં દરેક ચીજવસ્તુઓના ભાવ વધવાની સાથે-સાથે પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં થયેલા સતત વધારાને પગલે રાજકોટ સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા ભાડામાં 10 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ નિર્ણય અંતર્ગત સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોએ પ્રતિ વિદ્યાર્થી માસિક ભાડામાં ₹150નો વધારો ઝીંક્યો છે. આ ભાવ વધારા બાદ, અગાઉ જે ભાડું ₹1200 હતું, તે હવે વધીને ₹1350 થી ₹1400 સુધી પહોંચી ગયું છે. આગામી 8 જૂનથી શાળાઓ ખુલતાની સાથે જ આ નવો ભાવ વધારો સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવશે, જેના કારણે મોંઘવારીના આ યુગમાં વાલીઓના માસિક બજેટ પર મોટો આર્થિક ફટકો પડશે.

વિકાસના કાર્યોમાં ‘લૂંટ’ ક્યાં સુધી ? ₹1 કરોડથી વધુના ચેકડેમ કામમાં ‘મોટો ખેલ’, ભ્રષ્ટાચારની પોલ ખોલવા ગાંધીનગરની ટીમ મેદાને – જુઓ Video

Follow Us