AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું, ''ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ, સરકારે કડક નિયંત્રણો લાદવા ન પડે તેની જવાબદારી લોકો પર''

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું, ”ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ, સરકારે કડક નિયંત્રણો લાદવા ન પડે તેની જવાબદારી લોકો પર”

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 2:05 PM
Share

મહત્વનું છે કે રાજ્યમાં 6 લાખ 24 હજાર હેલ્થ વર્કર, 3 લાખ 19 હજાર ફ્રન્ટ લાઇન વર્કર મળી કુલ 6 લાખ 40 હજાર લોકોને પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆત થઇ ગઇ છે.

કોરોના (Corona) સંક્રમણ અટકાવવા રાજ્યમાં ફ્રન્ટલાઈન વર્કર, હેલ્થ વર્કર (Frontline worker, health worker) અને 60 વર્ષથી વધુની ઉંમરના કોમોર્બિડને પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે આરોગ્ય પ્રધાને ઋષિકેશ પટેલ (Health Minister Rushikesh Patel) દ્વારા પ્રિકોશનરી ડોઝ આપવાના આ મહા અભિયાનની સોલા સિવિલની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી.

સરકાર પાસે રસીનો પુરતો જથ્થો

સોલા સિવિલમાં પ્રિકોશનરી રસીકરણની કામગીરીની સમીક્ષા કરતા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ છે. તમામને રસી મળી રહે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. રાજ્ય સરકાર પાસે રસીનો પૂરતો જથ્થો છે. એટલે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.

અપીલ સાથે ચેતવણી

આરોગ્ય પ્રધાને જણાવ્યુ હતુ કે ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. લોકોને અપીલ કરતા ઋષિકેશ પટેલે કહ્યું કે લોકોએ SOPનું પાલન કરવુ જોઈએ. લગ્ન અને જાહેર મેળાવડાઓમાં જવાનું લોકોએ ટાળવુ જોઈએ. સાથે જ ચેતવણી આપતા કહ્યું કે જો લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો સરકારે કડક નિયંત્રણો લગાવવા પડી શકે છે. સરકારે કડક નિયંત્રણો લાદવા ન પડે તેની જવાબદારી લોકો પર છે.

મહત્વનું છે કે રાજ્યમાં 6 લાખ 24 હજાર હેલ્થ વર્કર, 3 લાખ 19 હજાર ફ્રન્ટ લાઈન વર્કર મળી કુલ 6 લાખ 40 હજાર લોકોને પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆત થઇ ગઈ છે તો સાથે જ 60 વર્ષથી વધુ ઊંમર ધરાવતા 37 હજાર લોકોને કોરોના રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ GODHARA: પંચમહાલમાં ફરી વાઘ આવ્યો હોવાના ફોટા ફરતા થયાઃ જાણો શું કહે છે વનતંત્ર

આ પણ વાંચોઃ ભાવનગર : નવો વેરિઅન્ટ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ જેટલો ખતરનાક નથી : આયુર્વેદ નિષ્ણાત

g clip-path="url(#clip0_868_265)">