Rajkot : સાબુની કંપનીમાં લાગેલી આગની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, RUDAની મંજૂરી વગર જ ખડકાઈ હતી ફેક્ટરી, જુઓ Video

| Edited By: | Updated on: Apr 02, 2025 | 2:56 PM

રાજકોટના કુવાડવા રોડ પર જે. કે. કોટેજ કંપનીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસાઓ સામે આવ્યા છે. RUDAની મંજૂરી વગર જ ફેકટરીઓ ખડકી દેવાઈ હતી. GPCBની કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ ફેકટરીઓ ધમધમતી હતી.

રાજકોટના કુવાડવા રોડ પર જે. કે. કોટેજ કંપનીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસાઓ સામે આવ્યા છે. RUDAની મંજૂરી વગર જ ફેકટરીઓ ખડકી દેવાઈ હતી. GPCBની કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ ફેકટરીઓ ધમધમતી હતી. વર્ષ 2007માં ઔદ્યોગિક એકમનો પ્લોટ RUDAમાંથી મંજૂર કરાયો હતો. પ્લોટ મંજૂર થયા બાદ બાંધકામ મંજૂરી કે NOC લેવામા આવી ન હોવાનું સામે આવ્યું છે.

RUDAની મંજૂરી વગર જ ખડકાઈ હતી ફેક્ટરી

ઔદ્યોગિક વિસ્તારોમાં RUDAની મોટી બેદરકારી સામે આવી છે. RUDAના અધિકારીએ સ્વીકાર્યું કે નિયમીત ચેકિંગ ન કરાયું. જો જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની ? ફેક્ટરી ઈન્સપેક્ટરની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યાં છે. રૂડાના અધિકારીએ પોલીસ તપાસમાં સહયોગ આપવાની બાહેંધરી આપી છે. અને તેમનું કહેવું છે કે હવે અન્ય એકમો વિરુદ્ધ પણ તપાસ કરાશે. અને જરૂર જણાઈ ત્યાં કડક પગલાં લેવાશે.

શું હતી સમગ્ર ઘટના

રાજકોટમાં ગઈકાલે સાબુ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. નવા ગામમાં આવેલી જે.કે. કોટેજ કંપનીમાં આગ લાગી હતી. આગને કારણે ફેકટરીમાં બ્લાસ્ટ થઈ રહ્યાં હતા. ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો હતો. ફેકટરીમાં મોટાપાયે જ્વલનશીલ કેમિકલ હોવાની શંકા હતી. કેમિકલનો જથ્થો રોડ સુધી ધસી આવતા આગે વિકરાળ બની હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો